KALOL(Panchamahal)PANCHMAHAL

હાલોલના એક દંપતી અને સબંધી મહિલા સ્કૂટર પર બેસી કાલોલ બોરૂ બેસણામાં જતાં રસ્તામાં સ્કૂટર સ્લીપ ખાતાં એક મહિલાનું મોત.

 

તારીખ ૦૧/૧૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

હાલોલ કરીમકોલોનીમાં રહેતા મહેમુદભાઈ હકીમભાઇ બેલીમ 1 જાન્યુઆરીના રોજ સવારે પોતાનું વાહન હોન્ડા એવિયેટર સ્કુટર નંબર, GJ-06-FB-6174 લઈને તેમની પત્ની સબાનાબેન તથા તેમના સંબંધી જાબેરાબેન ઇરફાનભાઈ વાઘેલા ઉ.વ.૪૬ રહે. સહિત કાલોલ તાલુકાના બોરૂગામ જયારતમાં (બેસણા) જયારત જવા નિકળ્યા હતાં. મધવાસ ચોકડી થી આગળ કાલોલ તરફ કરાડ નદીના પુલ પાસે હાલોલથી ગોધરા હાઇવે રોડ પર પસાર થતા હોન્ડા એવિયેટર સ્કુટર નંબર GJ-06-FB-6174 નુ સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવતા સ્કુટર સ્લીપ ખાઈ જતા ત્રણેય સ્કુટર પરથી રોડ ઉપર પટકાયા હતાં.રોડ પર પટકાતા વાહન ચાલક ને કપાળના ભાગે જમણી આંખ ઉપર તથા જમણા પગે ઢીંચણના ભાગે તથા શરીરે નાની મોટી ઇજાઓ થયેલ હતી જયારે પત્ની સબાનાબેનને પગે તેમજ હાથના ભાગે વાગેલુ હતુ તથા અમારા સંબંધી જાબેરાબેન ઈરફાનભાઇ વાઘેલા નાઓના નાકમાંથી લોહી નીકળતુ હતું અને રોડની સાઇડમા બેભાન હાલતમાં પડેલ હતા અને કઇ બોલતા ચાલતા ન હતા. ઘટના સમયે આસપાસના વાહનચાલકોનું ટોળું ભેગુ થઈ ગયેલ હતું અને આ માણસોના ટોળામાંથી અજાણ્યા ઈસમે ૧૦૮ ને ફોન કરેલ કરતાં ૧૦૮ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી જતાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત ને ૧૦૮ મા બેસાડી કાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે દવા સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા અને કાલોલ રેફરલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબ દ્વારા વાહન ચાલક તેમજ તેમની પત્ની સબાનાબેન ને પ્રાથમિક દવા સારવાર કરી તેમની પત્નીને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરેલ હતા, પરંતુ દવાખાને પહોંચેલ સબાનાબેનનો પુત્ર અસલામ નાઓ ગુજરાત ડાયગ્નોસ્ટીક કેર પ્લસ હાલોલ ખાતે એક્સરે કરાવવા લઈ ગયેલ અને જયારે સંબંધી જાબેરાબેન ઈરફાનભાઈ વાઘેલા ઉ.વ.૪૬ નાઓ ને કાલોલ સરકારી દવાખાના ફરજ પરના તબીબી દ્વારા એમની તપાસ કરતા મરણ ગયેલ હોવાનુ જણાવેલ જેથી તેઓની ડેટ બોડી ને કાલોલ સરકારી દવાખાનાના પી.એમ.રૂમમાં ખસેડવામાં આવી છે.સમગ્ર બનાવની જાણ તેમના મામાના છોકરા સકીલમહોમ્મદ ગુલામભાઇ બેલીમ તથા ભાણેજ ઇસ્તીયાકમહોમ્દ મુસ્તાકભાઈ બેલીમ નાઓને કરી તેમની સાથે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. કાલોલ પોલીસે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!