KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ખાતે શ્રી દ્વારિકાધીશ નિકુંજ હવેલીના નવનિર્માણ કાર્ય નિમિત્તે અભિવાદન સમારોહ અને દાન મનોરથ યોજાયો
તારીખ ૨૩/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગર ની દશા લાડ વાડી ખાતે શનિવારે સાંજના સુમારે રે પુ. પા ગૌ૧૦૮ શ્રી રવિકુમારજી મહારાજ અને પરિવાર ની હાજરીમાં શ્રી દ્વારકાધીશ નિકુંજ હવેલીના નવનિર્માણ કાર્ય નિમિત્તે દાન આપનાર દાતાઓ નો અભિવાદન સમારોહ અને દાન મનોરથ યોજાયો હતો.આ પ્રસંગ વિવિધ દાતાઓનુ અભિવાદન મહારાજશ્રી દ્વારા કરવામાં આવ્યું હતુ.પુ શ્રી એ આશીર્વચન પાઠવ્યા હતા અને દાન મનોરથ નો મહિમા સમજાવ્યો હતો આ કાર્યક્રમ મા કાલોલ વૈષ્ણવ સમાજના વૈષ્ણવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.