KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં મુફ્તી સૈયદ અમીરુદ્દીન નવસારવીના ઉર્ષ ની સૈયદ અમીરુદ્દીન બાબા ની અધ્યક્ષતામાં ભવ્ય ઉજવણી કરાઇ.

 

તારીખ ૨૯/૦૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ શહેરમાં પીર મુફતી સૈયદ અમીનુદ્દીન નવસારવીના છ દિવસીય ઉર્ષની ઉજવણી અંતર્ગત ગતરોજ મોડી રાત્રે ૯૭માં ઉર્ષની ઉજવણી ખાનકાહે એહેલે સુન્નત નાં ગાદીપતિ હઝરત સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી સાહેબના અધ્યક્ષતામાં ભવ્યાતિભવ્ય હર્ષોઉલાસ સાથે કરવામાં આવી હતી આ મહાન સુફીસંત હઝરત સૈયદ અમીરે મીલ્લત ને નવસારી સ્થિત ખાટકીવાળા મસ્જિદમાં ઈ.સ. ૧૯૩૦ દફન કરવામાં આવ્યા હતાં આ મહાન સુફીસંત ઇસ્લામના વિજ્ઞાન અને લોકસેવા તેમજ ભાઈચારા માટે જાણીતા સંતના ૯૭ માં ઉર્ષની ઉજવણી અંતર્ગત વાયઝ નું ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં અઝીમી ફ્રેન્ડ સર્કલ આયોજિત તકરીર ના ભવ્ય કાર્યક્રમમાં ખાનકાહે એહલે સુન્નતના સજજાદાનશીન હઝરત સૈયદ કારી અમીરુદ્દીન બાબા કાદરી સાહેબના કાર્યક્રમના અધ્યક્ષતામાં વાયઝ નું આરંભ કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા હઝરત સૈયદ કારી અમીરુદ્દીન જીલાની કાદરી બાબા એ પેગંબરે ઇસ્લામ અને પેગંબર ના વંશજો નાં જીવન ચરિત્ર વિશે અકીદતમંદોને રસપ્રદ પ્રકાશ પાડતી તકરીર કરી તેઓએ બતાવેલા પથને અનુસરી જીવનને ધન્ય બનાવવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે હઝરત સૈયદ કબીરુદ્દીન બાબા ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાલોલ સહિત આજુબાજુ ગામના આલીમો,હાફીઝો અને અનુયાયીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સલાતોસલામ અને દુવા પછી નિયાઝનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!