તાલુકા જિલ્લા અને ઝોનનું પ્રતિનિધિત્વ કરનાર બાળાનું કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પ્રોત્સાહિત કરાયા.

તારીખ ૨૧/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
રાજ્યના શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા આયોજિત “નિપુણ ભારત મિશન અંતર્ગત” વર્ષ ૨૦૨૪ – ૨૫નો રાજ્ય કક્ષાનો ત્રિદિવસીય વાર્તા કથન અને વાર્તા નિર્માણ કાર્યક્રમ ડાયેટ,વડોદરા યોજાયો હતો.આ ત્રિદિવસીય કાર્યક્રમમાં રાજ્યના પાંચ ઝોનના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એક સમાન ઇનામ સ્વરૂપે સર્ટિફિકેટ શીલ્ડ અને ગિફ્ટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્ય શાળામાં રાજ્યભરમાંથી પસંદ થયેલ ૮૦ વિદ્યાર્થીઓ પૈકી બોરુ પ્રાથમિક શાળાની શેખ અનાયાબાનુ જાવેદ મહમદ અને તેઓના માર્ગદર્શક શિક્ષક પુષ્પાબેન સોલંકી એ સહભાગી થઈ રાજ્ય કક્ષાએ ઝોનનું પ્રતિનિધિત્વ કરવા બદલ કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષણના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને બીટ કેળવણી નિરીક્ષક પશ્ચિમ બીટ ના કેળવણી નિરીક્ષક ભાવેશભાઈ પટેલ દ્વારા અનાયબાનું અને માર્ગદર્શક શિક્ષક ને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના મુખ્ય શિક્ષક ગૌરાંગ જોશી એ આ તબક્કે જણાવ્યું હતું કે-વાર્તાનું સ્થાન હવે મોબાઇલે લીધું છે.જીવનમાં વાર્તા શાસ્ત્રોનું અનેરું મહત્વ છે.આપણા ઘરના ઘરડા દાદા દાદીમા રાતે સુતા પહેલા આપણને એક વાર્તા અવશ્ય કહેતા હતા. એ પરંપરા સાંપ્રત હવે વિસરાઇ રહી છે અને મોબાઇલ તેનું સ્થાન મોબાઇલે લીધું છે, ત્યારે જીવનમાં વાર્તાનું મૂલ્ય, વાર્તા આપણને શું શીખવે છે તેમજ વાર્તા લેખન માટે એના વિષયની પસંદગી તેમજ બાળક પોતાની કક્ષાનુસાર કાલીઘેલી ભાષામાં જે વાત રજૂ કરે તેને વાલીઓ અને સમાજે પ્રોત્સાહિત કરવા જોઈએ.








