DANG

ડાંગ: આંબાપાડા શાળા ખાતે અનાથ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ વિતરણ કરાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાનાં આહવા ખાતે આવેલ આંબાપાડા પ્રાથમિક શાળા ખાતે અનાથ વિધાર્થીઓને સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ પુજય શ્રીમોટાની ૧૨૫મી વર્ષગાંઠ નિમિત્તે હરિ ૐ સત્સંગ મંડળ દ્વારા યોજાયો હતો  જેમાં આહવા નગરના સરપંચશ્રી હરીચંદભાઇ ભોયે, શ્રી હરિૐ સત્સંગ મંડળનાં મંત્રીશ્રી નીતિનભાઇ રામી, સંયુકત મંત્રીશ્રી રજનીભાઇ પટેલ, કાર્યકરશ્રી યોગેશભાઇ શાહ, ડાંગ જીલ્લાનાં DPEOશ્રી નરેન્દ્રભાઇ ઠાકરે શ્રી, T.P.E.Oશ્રી વિજયભાઇ ગાયકવાડ સાશ્રી, આહવા બી.આર.સી કો.ઑડી.શ્રી કનકસિંહ જાદવ,ડાંગ કલા યુવક મંડળના પ્રમુખશ્રી ગૌરવકુમાર કટારે, શિક્ષક ધિરાણ મંડળીના પ્રમુખશ્રી ભીખાભાઈ, આંબાપાડા શાળાના આચાર્ય શ્રીમતી સોમીબેન, ઉ.શિ હેતલબેન શિક્ષકમિત્રો, CRC મિત્રો, તેમજ વાલીગણ દ્વારા અનાથ બાળકોને દફતર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી હરિૐ સત્સંગ મંડળ તરફથી અનાથ બાળકોને આશરે રૂ.૩૦૦/-ની કિંમતનુ દફતર સપ્રેમ આપતા બાળકો ઝુમી ઉઠયા હતાં. પ્રાસંગીક પ્રવચનમાં શ્રી નીતિનભાઇ રામીએ પૂજય શ્રીમોટાની વિચારધારાને ઉજાગર કરતા જણાવેલ કે, આપણા દેશે સમૃધ્ધ થવા માટે સંશોધન તેમજ શિક્ષણ ઉપર ખૂબ ભાર આપવા પડશે. શ્રી હરિૐ સત્સંગ મંડળ પૂજય શ્રીમોટાની વિચારધારા આગળ વધારી રહયું છે. તેનો આનંદ છે. આશીર્વચન આપતાં શ્રી નરેન્દ્રભાઇ ઠાકરે સંસ્થાનાં કાર્યોને બીરદાવતા ડાંગ જીલ્લામાં વધુને વધુ કાર્યક્રમો કરવા અનુરોધ કરેલ હતો. તેમજ દાન આપનાર દાતાશ્રી પ્રબોધભાઇ-ઉષાબેન-પરીવારનો વિદ્યાર્થીઓ સહિત શાળા પરિવાર ખુબ-ખુબ આભાર માન્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!