હાલોલ:ચંદ્રપુરા સ્થિત સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૧૦.૨૦૨૫
હાલોલ ચંદ્રપુરા ઔધોગિક વિસ્તારમાં એમ.જી.મોટર ના પાછળ ના વિસ્તારમાં આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લગતા આગ ને કાબુમાં લેવા હાલોલ, કાલોલ, ગોધરા, વડોદરા તેમજ ખાનગી કંપનીના સહીત સાત જેટલા ફાયર ફાયટર ની મદદ લેવામાં આવી હતી.જે આગ મોડી સાંજે કાબુમાં આવતા લોકોમાં હાશકારો થયો હતો.બનેલી ઘટના ને પગલે સ્થાનિક વહીવટી તંત્ર સહીત પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યું હતું.જોકે આગ માં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળી આવ્યું છે.હાલોલ ના ચંદ્રપુરા ખાતે આવેલ એમજી મોટર્સ સહીત ખાનગી કંપની માંથી સ્ક્રેપ ઉઠાવતા વેન્ડર નું ગોડાઉન ઔધોગિક વિસ્તારમાં આવેલ છે.ગોડાઉન માં મોટા ભાગે સ્ક્રેપના લાકડાનો જથ્થો મોટા પાયે હતો. તે ગોડાઉનમાં આજે ગુરુવાર ના રોજ બપોરે એકાએક આગ ફાટી નીકળતા ચંદ્રપુરા જી.આઈ.ડી.સી. ફેઝ-૩ વિસ્તારમા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.લાગેલી આગ ના ગોટેગોટા આકાશમાં દુરદુર સુધી દેખાતા લોકો ઘટના સ્થળે દોડી આવતા લોકટોળા જમ્યા હતા.આગ ને કાબુમાં લેવા હાલોલ, કાલોલ, ગોધરા,વડોદરા ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ ને કાબુમાં લેવા વડોદરા સહીત ખાનગી કંપનીના ફાયર ટિમ ની મદદ લેવી પડી હતી છતાં આગ મોડી સાંજે કાબુમાં આવી હતી સમાચાર લખાય છે ત્યાં સુધી હજુ આગ બુઝાવવાની કામગીરી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે હાલોલ પ્રાંત અધિકારિ,હાલોલ મામલતદાર સહીત સ્થાનિક વહીવટી તંત્ર હાલોલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે આગ માં લાખોનું નુકશાન થયું હોવાનું પણ જાણવા મળી આવ્યું છે.