KALOL(Panchamahal)PANCHMAHAL

નશા મુક્તિ સંદેશ સાથે કાલોલ પોલીસ મેદાનમાં: જુમ્મા મસ્જિદ વિસ્તારમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા.

 

તારીખ ૨૮/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ (NDPS Day) નિમિત્તે દેશભરમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે કાલોલ નગરમાં પણ કાલોલ પોલીસ દ્વારા એક પ્રશંસનીય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાલોલ નગરની જુમ્મા મસ્જિદ પાસે કાલોલ પોલીસ દ્વારા ‘નશા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત એક વિશેષ પ્રોગ્રામ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક રહીશો અને ખાસ કરીને યુવાધનને નશાના દૂષણથી દૂર રાખવા અને તેનાથી થતા શારીરિક, આર્થિક તથા સામાજિક નુકસાન અંગે જાગૃત કરવાનો હતો.પોલીસ વિભાગના આ નશા મુક્તિ અભિયાનને સ્થાનિક લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. જુમ્મા મસ્જિદ પાસે યોજાયેલા આ પ્રોગ્રામમાં સ્થાનિક આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન કાલોલ પોલીસના અધિકારીઓ દ્વારા ઉપસ્થિત લોકોને સંબોધન કરવામાં આવ્યું હતું અને નશાની લતમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મસ્જિદ પાસે ઉપસ્થિત જનમેદનીએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી અને નશા મુક્ત સમાજના નિર્માણમાં સહકાર આપવાની ખાતરી આપી હતી.

Back to top button
error: Content is protected !!