HALOLPANCHMAHAL

હાલોલમાં FCIના બોગસ ડાયરેક્ટર બની સરકારી નોકરીના નામે લાખોની ઠગાઈ કરનાર કણજરીનો શખ્સ ઝડપાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩.૬.૨૦૨૬

હાલોલ તાલુકા ના કણજરી ગામ મા રહેતા અને પોતાને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફ.સી.આઇ.) ના ડાયરેક્ટર નો હોદ્દો ધારણ કરી ને હંમેશા સુટબૂટ મા સજ્જ રહેતા ભરત કનુભાઈ પરમાર છેલ્લા તા.૧૦.૧૦.૨૦૨૦ થી તા.૧૮.૧૦.૨૦૨૨ દરમિયાન મા ૮, જેટલા બેરોજગાર યુવાનો ને સરકારી નોકરીઓ અપાવવાની વાક્છટાઓ મા ૬૮ લાખ રૂપિયા જેવી માતબર રકમો છેતરપીંડીઓ કરી ને પડાવી લીધા બાદ આજ ભરત કનુભાઈ પરમાર એફ.સી.આઇ.ના નકલી ડાયરેક્ટર હોવાનુ પોત પ્રકાશતા અંતે હાલોલ રૂરલ પોલીસે વડોદરા ખાતે રહેતા અને રેલ્વે ના નિવૃત કર્મચારી મનુભાઈ છોટાભાઈ પટેલ ની ફરીયાદ ના આધારે કણજરી ના આ મહાઠગ ભરત પરમાર ની આરોપી તરીકે ધરપકડ કરી છે.અને હવે આ આરોપી ભરત પરમાર સરકારી વિભાગ અને સરકારી એકમ ના નામ નો બોગસ કોલ લેટર કેવી રીતે તૈયાર કરી ને બેરોજગાર યુવાનો પાસે થી લાખ્ખો રૂપિયા કેવી રીતે ખંખેરતો હતો.અને આ ઠગ ભરત પરમાર ની સિન્ડિકેટ મા અન્ય ચહેરાઓ સામેલ હતા કે કેમ? આ અંગે ના ચોંકાવનારા રહસ્યો બહાર આવવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.હાલોલ ના કણજરી ગામે રહેતા અને બેરોજગાર યુવકો ને સરકારી નોકરીઓ અપાવવાની લાલચો આપી ને લાખ્ખો રૂપિયા ખંખેરનાર આ ભેજાબાજ ભરત પરમાર ના કાંડ નો પર્દાફાશ એવી રીતે થયો કે વડોદરા ના હરીનગર વિસ્તાર મા રહેતા અને રેલ્વે ના નિવૃત કર્મચારી મનુભાઈ છોટાભાઈ પટેલ ને સાવલી તાલુકા ના ચાંપાનેર ગામ ના રાકેશ જસોદીયા નામ ના વ્યક્તી સાથે પરીચય થયો હતો. એમા આ વ્યક્તી એ મારા ઓળખીતા કણજરી મા રહેતા ભરત કનુભાઈ પરમાર પોતે સરકારી ઉચ્ચ હોદ્દા ઉપર છે. અને જરૂરીયાત મંદ યુવક યુવતીઓ ને સરકારી નોકરીઓ અપાવે છે.આ હકીકત ના આધારે ફરીયાદી મનુભાઈ પટેલે કણજરી ગામ મા આવી ને ભરત કનુભાઈ પરમાર નો સંપર્ક કરી ને પોતાના પુત્ર હર્ષલ માટે ઓ.એન.જી.સી. માં નોકરી માટે વાત કરતા ભેજાબાજ ભરત પરમારે પોતાને ફ્રુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નો ડાયરેક્ટર ગણાવી ને મનુભાઈ પાસે થી ક્રમશઃ રોકડા ચેક અને આર.ટી.જી.એસ.થી ૭.૭૮ લાખ ખંખેર્યા વચ મા ઓ.એન.જી.સી.ના વી.આઇ.પી. ક્વોટા ના નકલી કોલ લેટર પણ બતાવ્યો હતો.પરંતુ કણજરી નો આ ભરત પરમાર ચીટર હોવાનુ બહાર આવતા અંતે આ મામલો હાલોલ રૂરલ પોલીસ મથક મા અંતે ગુના મા ફેરવાઈ જતા ભરત પરમાર ના ચોંકાવનારા કાંડ બહાર આવ્યા હતા.કણજરી ના ભેજાબાજ ભરત પરમારે અન્ય ૭, બેરોજગાર યુવાનો પાસે થી લાખ્ખો રૂપિયા ઉઘરાવ્યા હતા. એમા (૧) વડોદરા ના જીગ્નેશ જાદવ પાસે થી ૧૪ લાખ (૨) જાંબુઘોડા ના હીરાપુર ગામ ના રામુ મોહનભાઈ સલાટ પાસે થી ૭ લાખ (૩) જેતપુર પાવી ના પાળિયા ગામ ના સુભાષ ફતેસિંહ રાઠવા પાસે થી ૨૦ લાખ (૪)જેતપુર પાવી ના લોઠણ ગામના દીપસિંહ જાલમભાઈ બારીઆ પાસે થી ૪.૫૦ લાખ (૫) બોડેલી ના ઢેબરપુરા ગામ ના ચંપક ભુપતભાઈ બારીઆ પાસે થી ૧૧ લાખ (૬)ઘોઘંબા ના પાંચપથરા ગામ ના દિનેશ મોતીભાઈ સલાટ પાસે થી ૬.૫૦ લાખ અને (૭) ઘોઘંબા ના વાવકુંડલી ગામ ના પ્રકાશભાઈ છત્રસિંહ બારીઆ પાસે થી ૫ લાખ સરકારી નોકરીઓ અપાવવાના બહાને નાણા ખંખેર્યા હોવાની ઉપરોક્ત પોલીસ ફરિયાદમાં નોંધ કરવામાં આવી છે.હાલ પોલીસે ભરત પરમારની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હોવાનુ જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!