હાલોલમાં બ્રહ્મસમાજ દ્વારા ‘પરશુરામ પ્રીમિયર લીગ’ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન, સમાજમાં એકતાનો સંદેશ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩.૬.૨૦૨૬
હાલોલ શહેરમાં શ્રી સમસ્ત બ્રહ્મસમાજ માતૃ સંસ્થાના સૌજન્યથી ભવ્ય ‘પરશુરામ પ્રીમિયર લીગ’ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.સમાજના યુવાનોમાં ખેલદિલી વધે અને સમગ્ર સમાજમાં એકતાની ભાવના મજબૂત થાય તેમજ બ્રહ્મસમાજનું ગૌરવ વધે તેવા ઉમદા હેતુ સાથે આ રમત ઉત્સવનું આયોજન કરાયું છે.આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન હાલોલના કણજરી રોડ પર આવેલી સરસ્વતી સ્કૂલની પાછળના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. તા.2 જૂનથી ટૂર્નામેન્ટનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં બ્રહ્મસમાજના ખેલાડીઓ ભારે ઉત્સાહ સાથે મેદાનમાં ઉતર્યા છે.ચાર મજબૂત ટીમો વચ્ચે જંગ જામશે અને 5 જૂને ફાઈનલ મેચ રમાશે.આ પ્રીમિયર લીગમાં કુલ ચાર ટીમો ભાગ લઈ રહી છે જેમાં પરશુરામ કિંગ,પરશુરામ ચેલેન્જર્સ,પરશુરામ વોરિયર્સ,પરશુરામ કેપિટલ નો સમાવેશ થાય છે જ્યારે 2 જૂનથી શરૂ થયેલી આ રોમાંચક મેચો બાદ, આગામી તા.5 જૂનના રોજ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રમાશે, જેમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવશે.આ આયોજનને સફળ બનાવવા માટે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ માતૃ સંસ્થાના હોદ્દેદારો અને યુવા કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સ્થાનિક બ્રહ્મ અગ્રણીઓ અને રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યા છે.






