કાલોલ પોલીસની સફળતા,દોઢ વર્ષથી ફરાર પશુધારા કેસના આરોપીને અલીન્દ્રા ચોકડીથી ઝડપ્યો.

તારીખ ૦૩/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર. ડી. ભરવાડે એક અસરકારક વ્યુહાત્મક રણનીતિ તૈયાર કરી સ્ટાફને જરૂરી આદેશો આપ્યા હતા.આ રણનીતિ અને પોલીસ ઇન્સ્પેકટર આર. ડી. ભરવાડને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાલોલ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. કાલોલ પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૪ મા નોંધાયેલ ગુનો જેમાં ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૧ (સુધારા ૨૦૧૭)ની કલમ ૮(૨), ૮(૪) વગેરે હેઠળ ગુનો નોંધાયેલ હતો, તે ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી ફિરદોશ અંસારખા બેલીમ (રહે. કસ્બા બોરુ ગામ, તા. કાલોલ, જી. પંચમહાલ)ને અલીન્દ્રા ચોકડી (કાલોલ) ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.કાલોલ પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.






