કાલોલ નગરના મુખ્ય માર્ગ પર બમ્પ બનાવવા માટે એક જાગૃત નાગરિક દ્વારા લેખિત રજૂઆત.

તારીખ ૧૨/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગત ચોમાસા દરમિયાન પાણી ભરાવ તથા અતિ વરસાદના કારણે રસ્તાઓના ધોવાણ જેવી અનેક સમસ્યાઓ ઉદ્ભવી હતી. જેમાં કાલોલ નગર ખાતે કાલોલથી ગોધરા અને વડોદરા જતા મુખ્ય હાઈવે માર્ગનું તાજેતરમાં વરસાદી પાણીના કારણે રસ્તાઓનું ધોવાણ થવાથી તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ રસ્તાના સમારકામ સાથે રસ્તા ઉપર બનાવવામાં સ્પિડ બ્રેકર એવા બમ્પ કાઢી નાખવામાં આવેલ કે નવા રસ્તાના કારણે સમતળ કરી દેવામાં આવેલ હતાં. જેના કારણે મુખ્ય માર્ગ હોવાથી ભારે કે અતિભારે વાહનો પૂર જોશમાં આવતાં હોય છે.જેથી અકસ્માત થવાની શક્યતા વધી જવા પામી છે.જેને પહોંચી વળવા સર્વોદય સોસાયટી કાલોલના સ્થાનિક રહીશ એવા ઇશ્વરભાઈ સોમાભાઈ ભોઈ દ્વારા મેનેજર એલ.એન્ડ ટી.ટોલ પ્લાઝા ને સંબોધીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત (૧) સિવિલ કોર્ટ પાસે અપ–ડાઉન સાઈટ, (૨) તિરંગા સર્કલ પાસે બન્ને સાઈટ, (૩) રાધેશ્યામ કોમ્પલેક્ષ પાસે બન્ને સાઈડ, (૪) ગર્લ્સ હાઇસ્કૂલ પાસે બન્ને સાઈડ, (૫) મહેશનગર સોસાયટી પાસે બન્ને સાઈટ, (૬) વિનાયક હોસ્પિટલ પાસે,(૭) ગાયત્રી મંદીર પાસે જેવા વિવિધ સ્થળોએ બમ્પને પુન: મુકવા માટે વિનંતી કરવામાં આવેલ છે. તથા સત્વરે કાર્યવાહી થાય તેવી રજૂઆત કરવામાં આવેલ છે.






