BHARUCHBHARUCH CITY / TALUKO
નબીપુર જિલ્લા પંચાયત સીટ માટે કોંગ્રેસ ઉમેદવાર સફદરહુશૈન ગામગોરીએ ભરી ઉમેદવારી, સમર્થકોમાં ઉત્સાહ



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા પંચાયત ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. નબીપુર જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવાર તરીકે સફદરહુશૈન મુબારક ગામગોરીએ આજે પોતાના સમર્થકોની હાજરી સાથે ઉમેદવારી નોંધાવી હતી.
ઉમેદવારી નોંધાવા માટે સફદરહુશૈન મુબારક ગામગોરી પોતાના સમર્થકો સાથે કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને ટેકેદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. “કોંગ્રેસ પાર્ટી પ્રજાના હિત માટે કામ કરે છે અને હું પણ નબીપુર જિલ્લા પંચાયત વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ છું,” એમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી, અને હવે ચૂંટણી પ્રચાર માટે તૈયારીઓ તેજ થઈ ગઈ છે.



