કાલોલ મીડિયામાં સમાચાર પ્રસદ્ધિ થતાં તંત્ર હરકતમાં: મોગલવાડાના કાચા મકાનોમાં સર્વે કરી દવાનું છંટકાવ કરાયું
તારીખ ૨૩/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ જુમ્મા મસ્જીદ સામે મોગલવાડા વિસ્તારમાં અનિયમિત સાફસફાઇ લઇને ચાંદીપુરા વાઇરસ ખતરો ઉભો છે અને એક ખંડેર બંધ હાલતમાં માટી અને લીંપણ વાળું મકાનની આજુબાજુ ભારે કચરો હોય ગંદકીને કારણે ચાંદીપુરા જેવી જીવલેણ બીમારી સર્જે તેવા સંજોગો હોય અને ગંદકી ની સાફસફાઇ કરવામાં આવતી નથી જેને લઇ ચોમાસામાં માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેના સમાચાર મિડિયામાં તારીખ ૨૩/૦૭/૨૦૨૪ રોજ પ્રસિદ્ધ થતા સ્થાનિક આરોગ્ય તંત્ર સફાળી જાગી તાત્કાલિક એક ખંડેર બંધ હાલતમાં માટી અને લીંપણ વાળું મકાનની આજુબાજુ ના ઘરોમાં આરોગ્ય તંત્ર દોડી ગયો હતો અને શંકાસ્પદ ચાંદીપુરમ કેસોને ડામવા ગુજરાત સરકાર સંચાલિત કાલોલ શહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કાલોલના મોગલવાડા વિસ્તારોમાં પહોંચી પોરાનાશક ખુલ્લી પાણીની ટાંકીઓ અને ખંડેર મકાનમાં દવાઓનો છંટકાવ કરવા તત્પર બની ગયું હતું. જેના કારણે લોકોએ રાહત અનુભવી છે અને સ્થાનિક રહીશોએ વાત્સલ્યમ્ સમાચારના પ્રત્રકાર નો આભાર વ્યક્ત કર્યો હતો જો કે અહીં પાલિકા તંત્ર ધ્વારા આ વિસ્તારમાં અનિયમિત સાફસફાઇ લઇને લોકોમાં હજુ પણ કચવાટ જોવા મળી રહ્યો છે.