KALOL(Panchamahal)PANCHMAHAL

એમજીએસ હાઈસ્કુલ અને સી બી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે ધો ૧૦ ના પરીક્ષાર્થીઓ ને સાકર અને ફુલ આપી શુભેચ્છાઓ પાઠવી.

 

તારીખ ૨૬/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આજથી સમગ્ર ગુજરાત મા ઘો ૧૦ અને ધો ૧૨ ની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે કાલોલ શહેર મા ધો ૧૦ ના બે પરીક્ષા કેંદ્ર ફાળવવામાં આવ્યા છે. ધી એમજીએસ હાઇસ્કુલ ખાતે ૧૫ બ્લોક અને શ્રીમતી સી બી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ૦૯ બ્લોક એમ કુલ મળી ૨૪ બ્લોક મા પરીક્ષાર્થીઓ ની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આજ રોજ સવારના ૯:૧૫ કલાકે ભાજપના દીપકભાઈ જોશી તેમજ શહેર પ્રમુખ કલ્પેશભાઇ પારેખ, કોર્પોરેટર પ્રતીક ઉપાધ્યાય અને ટ્રસ્ટી વિરેન્દ્ર મહેતા તેમજ આચાર્ય દ્વારા બન્ને પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓ નુ ફૂલ અને સાકર આપી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.વિદ્યાર્થીઓ ની સઘન તપાસ હાથ ધરી પ્રાયશ્ચિત પેટી મુકવામાં આવી હતી જેમાં જરૂરી ચીજ વસ્તુઓ સિવાય ની વધારા ની વસ્તુ આ પેટી માં મુકવા માં આવી હતી અને વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવ્યો હતો.પ્રથમ દિવસે પરીક્ષા ખંડ માં વિદ્યાર્થીઓ ખુશ ખુશાલ મુદ્રામાં પ્રવેશ મેળવ્યો હતો સૌએ શુભ કામનાઓ પાઠવી હતી. કાલોલ પોલીસે બન્ને પરીક્ષા કેન્દ્રો ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!