BAYADGUJARAT

બાયડ બેટ દ્વારકા બસ ને બે વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઈ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

બાયડ બેટ દ્વારકા બસ ને બે વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઈ

માનનીય બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાહેબ દ્વારા દ્વારકાધીશ ના આશીર્વાદથી શરૂ કરેલી બાયડ થી બેટ દ્વારકા બસ ને આજ રોજ બે વર્ષ પૂર્ણ થયા , અખિલ ભારતીય રબારી સમાજ મહામંત્રી ધનજીભાઈ રબારી બોરમઠ , કંદર્પભાઈ ભટ્ટ ચોઇલા , GKTS આગેવાન જશુભાઈ , એટીએસ રાકેશભાઈ તથા બાયડ એસટી ડેપો મેનેજર મેઘનાબેન પરમાર સાહેબ અન્ય એસટી સ્ટાફ, જશવંતસિંહ પરમાર આગેવાન દ્વારા બસનું પુષ્પહાર કરી મુસાફરોને મીઠાઈ ખવડાવી સ્વાગત કર્યું . નોંધનીય છે કે ગત દિવાળી સમયે બાયડ ડેપો તેમજ હિંમતનગર ડિવિઝન નું ગુજરાતભરમાં દૈનિક આવકમાં પ્રથમ નંબરે આવીને રેકોર્ડ બ્રેક સ્થાન હાંસલ કરી નામના મેળવી હતી જેનો સંપૂર્ણ જસ ડ્રાઈવર કન્ડક્ટર સહિત સમગ્ર એસટી પરિવારને જાય છે આ એસટી બસ સેવા થી સમગ્ર અરવલ્લી જિલ્લામાં આનંદ અને ખુશીનો માહોલ છવાયો છે

Back to top button
error: Content is protected !!