HALOLPANCHMAHAL

હાલોલ નગર સહિત પંથકમા બકરી ઇદ (ઈદુલ-અદહા)ની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણ માં કરાઈ.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૮.૫.૨૦૨૬

 

સમગ્ર દેશ ભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર એવા ઈદુલ અદહા એટલે કે બકરી ઈદની ઉજવણી આજે ગુરુવાર ના રોજ કરવામાં આવી હતી જેને લઈ હાલોલ નગર સહિત પંથકમા આજે ગુરુવાર નાં રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદ ની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.નગરના પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલ ઇદગાહ અને મોહમંદી સ્ટ્રીટ ખાતે આવેલ નૂરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી.જ્યારે ઇદગાહ ખાતે હાલોલ જુમ્મા મસ્જિદ નાં ઇમામ સૈયદ ઈલ્યાસ બાપુ દ્વારા નમાઝ અદા કરવામાં હતી.જ્યારે પાવાગઢ રોડ પર આવેલ નૂરાની મસ્જિદ ખાતે પણ મસ્જિદ નાં ઇમામ મૌલાના વસીમ મામજી દ્વારા ઇદની નમાઝ અદા કરવામાં હતી.જ્યારે ઇદગાહ ખાતે મૌલાના યાકુબ રઝવીએ તકરીર ફરમાવી હતી.નગરમાં બકરી ઈદ ને લઇ વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો અને અવનવા પોષાક તેમજ મુસ્લિમ બિરાદરો તેઓના માથા પર સાફા માં સજ્જ જોવા મળ્યા હતા અને બકરી ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમોએ અલ્લાહ નો શુક્ર અદા કર્યો હતો અને એક બીજાને ગળે ભેટી શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે સમગ્ર વિશ્વમાં એકતા અને ભાઈચારો શાંતિ સ્થાપિત થાય તેને લઈને વિશેષ દુવા કરવામાં આવી હતી. જ્યારે ઇદ પર્વની ઉજવણી ને લઇ ઠેર ઠેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!