હાલોલ કંજરી રોડ પર આવેલ ઝુલેલાલ મંદિરનો 11 મો પાટોત્સવ ઉજવાયો,પાટોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઇ
હાલોલ નગરના કંજરી રોડ સ્થિત શ્રી ઝુલેલાલ મંદિર નો 11 પાટોત્સવ ભગવાન ની પૂજા અર્ચના પ્રાર્થના સાથે રક્તદાન કરી હાલોલ સિંધી સમાજ દ્વારા કરવામાં આવી હતી.200 ઉપરાંત રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતુ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૫.૨.૨૦૨૫
હાલોલ નગરના કંજરી રોડ સ્થિત શ્રી ઝુલેલાલ મંદિર નો 11 પાટોત્સવ ભગવાન ની પૂજા અર્ચના પ્રાર્થના સાથે રક્તદાન કરી હાલોલ સિંધી સમાજ દ્વારા કરવામાં આવી હતી.200 ઉપરાંત રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતુ.હાલોલ નગરના કંજરી રોડ ખાતે આથી અગ્યાર વર્ષ પહેલા હાલોલ સિંધી સમાજ દ્વવારા ઝુલેલાલ ની વાળી ની બાજુમાં શ્રી ઝુલેલાલ મંદિર ની સ્થાપના કરવામાં આવી હતી જેને લઇ આજના દિવસે પ્રતિ વર્ષે પાટોઉત્સવ ની ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત આજે વહેલી સવારથી જ હાલોલ સિંધી સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઝુલેલાલ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.અને ભગવાન ની પૂજા અર્ચના પ્રાર્થના કરવામાં આવી હતી. હાલોલ સિંધી સમાજ દ્વવારા સમાજ અને લોકોને ઉપયોગી થવાય તે માટે રક્તદાન એ મહાદાન રક્તના એક બિંદુ કોઈનો જીવ બચાવી શકે તેવા આશય સાથે પ્રતિ વર્ષે પાટોઉત્સવ ના દિવસે રક્તદાન શિબિર નું આયોજન કરે છે, જેને લઇ આજે હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશ્યલ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર તેમજ ઇન્દુ બ્લડ બેંકના સહયોગ થી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારના 10 કલાક થી દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કરવાની શરૂઆત કરવામાં આવેલ જેમાં બપોર ના ચાર વાગ્યા સુધીમાં 200 ઉપરાંત રક્તદાતાઓ એ રક્તદાન કરતા 200 યુનિટ રક્ત બોટલ એકત્રિત થઇ હતી.આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકકુમાર દેસાઈ, કંજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજ સિંહજી પરમાર,હાલોલ સિંધી સમાજ ના પ્રમુખ ભગવાનદાસ સુખવાની, શીરુમલ ભારવાણી, અરવિંદભાઈ ભારવાણી, મનુભાઈ અડવાણી,ચંદ્રેશકુમાર સુખવાણી સહીત સિંધી સમાજના આગેવાનો તેમજ ભાજપા અગ્રણીઓ ઉપસ્થિત રહી રક્તદાતા ઓનો ઉત્સાહ વધાર્યો હતો. 200 ઉપરાંત જેટલા માતબર રક્ત યુનિટ એકત્રિત દાન કરતા પોલીકેબ સોશ્યલ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર તેમજ ઇન્દુ બ્લડ બેંક અને હાલોલ મહાજન આરોગ્ય મંડળ ના પ્રમુખ ભરતભાઈ પરીખ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.