HALOLPANCHMAHAL

હાલોલ:તાજપુરા ખાતે શ્રી નારાયણ આઈ હોસ્પિટલના 8 માળના નવીન બિલ્ડિંગનું ભવ્ય ઉદ્ઘાટન કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયું 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૭.૭.૨૦૨૬

 

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલી શ્રી નારાયણ આઈ હોસ્પિટલ ખાતે 8 મંજિલા નવીન બિલ્ડિંગનો ઉદ્ઘાટન સમારોહ તા.16 જુલાઈ ગુરુવારના રોજ યોજાયો હતો. આંખોના દરેક રોગનું નિદાન અને ઓપરેશન વિનામૂલ્યે કરતી આ સંસ્થામાં દર્દીઓની સેવામાં જોડાયેલા તબીબો તેમજ અન્ય સ્ટાફ માટે તૈયાર કરાયેલા અદ્યતન ડોક્ટર્સ અને સ્ટાફ ક્વાર્ટર્સ શ્રી નારાયણ ભવનનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બાદ મંત્રી કનુભાઈ દેસાઈએ હોસ્પિટલની મુલાકાત લઈ સંસ્થાની નિઃશુલ્ક સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી.આ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સાંસદ અને ભારત ઇલેક્ટ્રોનિક્સના ડાયરેક્ટર ભરતસિંહ પરમાર, પોલિકેબ લિમિટેડના ડાયરેક્ટર રાકેશ તલાટી, નીરજ કુંદનાની,હાલોલ પ્રાંત અધિકારી જીગ્નેશ પટેલ,હાલોલ મામલતદાર સંદીપ રૈયાની સહિત શ્રી નારાયણધામ આરોગ્યધામના ટ્રસ્ટીઓ તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, પોલિકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન તેમજ શ્રી નારાયણ પરિવારના વિવિધ દાતાઓ અને અન્ય સેવાભાવી સભ્યોના સહયોગથી આ સ્ટાફ ક્વાટર્સ રૂ.12 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!