હાલોલમાં મોહરમ પર્વની ઉજવણી કરાઇ,નગરમાં નીકળ્યું તાજીયાનું ભવ્ય જુલૂસ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૬.૭.૨૦૨૫
ઇસ્લામ ધર્મના સ્થાપક પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના દોહિત્ર પુત્ર હઝરત ઈમામ હુસૈનની શહાદતને યાદ કરીને મુસ્લિમ સમુદાયના લોકો મોહરમ પર્વની ઉજવણી કરે છે. મહોરમ મહિનાનો દસમો દિવસ સૌથી વિશેષ માનવામાં આવે છે.ઈતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે મોહરમ મહિનાની 10 તારીખે પયગંબર હઝરત મોહમ્મદના સાહેબના દોહિત્ર પુત્ર હઝરત ઈમામ હુસૈન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા. તેમને ઇસ્લામના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને આ યુદ્ધમાં તેમની સાથે તેમના 72 સાથીઓ પણ શહીદ થયા હતા.જ્યારે આ યુદ્ધ સ્ત્ય અને અસત્ય માટેનું હતું.જ્યારે દર વર્ષે મુસ્લિમ બિરાદરો ઈમામ હુસૈન ની યાદમાં મોહરમની ઉજવણી કરે છે જેને લઇ આજે હાલોલ નગરમાં પણ મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નગરના હુસેની ચોક કસ્બા ખાતેથી તાજીયાનું ભવ્ય ઝુલુસ નીકળ્યુ હતું અને નગરના મુખ્ય માર્ગો પર ફરી ઝુલુસ કાદરી મોહલ્લા ખાતે પહોચ્યું હતું અને ત્યારબાદ સલાતો સલામ અને દુવા તેમજ નિયાજ તકસિમ કરવામા આવી હતી.જ્યારે આ જુલુસમાં કલાત્મક તાજીયા આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.આ પવિત્ર અવસરે, ઠેર-ઠેર સબીલોમાં ઠંડા પીણા, મીઠાઈ અને ફરસાણ સહિતની ન્યાઝ એટલે કે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.અનેક મુસ્લિમ બિરાદરોએ આ ન્યાઝનો લાભ લઈને શહીદો પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતીજ્યારે તમામ મુસ્લિમ સમુદાયના નાના થી લઇને મોટા લોકો આ જુઝુસ માં અવનવા પોષાકમાં જોવા મળ્યા હતા જોકે મોહરમ પર્વની ઉજવણી ને લઇ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઠેર ઠેર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.