યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ,માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૦.૩.૨૦૨૫
આદ્યશક્તિ માં જગદંબા ના આરાધના નું પર્વ એટલે ચૈત્રી નવરાત્રી આજે ચૈત્ર સુદ એકમ ને રવિવાર થી આરંભ થયેલ ચૈત્રી નવરાત્રી ના પવન પર્વ ને લઇ પંચમહાલ જિલ્લાના સુપ્રસદ્ધિ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે પ્રથમ નોરતે એક લાખ ઉપરાંત માઇ ભક્તો ઉમટી પડી માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.૫૧, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર જગતજનની શ્રી મહાકાળી માતાજી બિરાજમાન છે. આ યાત્રાધામ તેમજ શક્તિપીઠ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા હોય છે.જેમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો મધ્યપ્રદેશ,રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર માંથી પણ મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે.જેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, તેમજ સાતમ, આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે.તે ઉપરાંત શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં માઇ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.રવિવાર ના રોજથી શરૂ થતી નવરાત્રી પર્વ ને લઈ માઇ ભક્તો શનિવાર ની રાત્રેથી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢ ને જોડતા તમામ માર્ગો પર ભક્તો નો પ્રવાહ પાવાગઢ માતાજીના દર્શનાર્થે જતા જોવા મળ્યા હતા.પગપાળા યાત્રાળુઓ ના કારણે માર્ગો પર જય માતાજી ના ભારે જયઘોષ ચારે કોર સંભળાતા હતા.મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તો નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા.જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર વહેલી સવારે ચાર કલાકે નિજ મંદિરના દ્વાર માતાજી ના ભક્તો ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું.જયારે ભાવિક ભક્તો ની સુરક્ષા અને સલામતિ ના ભાગ રૂપે પાવાગઢ તળેટી થી લઈને નિજ મંદિર પરિષદ સુધી ૭૦૦, ઉપરાંત પોલીસ કર્મી ઓ ખાડે પગે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત તળેટીથી લઈ નીજ મંદિર સુધી ૭૦,ઉપરાંત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.જેને લઇ યાત્રિકો પર સતત બાજ નજર રાખવામાં રાખવા માં આવી રહી છે. જયારે યાત્રિકો ને તળેટી થી માંચી સુધી આવવા જવા માટે એસ.ટી. વિભાગ દ્વારા ૫૦ એસ.ટી બસો સતત ૨૪ કલાક તળેટીથી માંચી સુધી અવિરત પણે ચલાવવામાં આવી રહી છે.૨૮, માર્ચ મધ્યરાત્રી થી એસટી બસના ભાડામાં નિગમ દ્વારા વધારો કરાતા પાવાગઢ આવતા યાત્રાળુઓની યાત્રા મોંઘી થઈ છે. ત્યારે ડુંગર પર ખાનગી વાહનો લઈ જવાના જિલ્લા સમાહર્તા ના પ્રતિબંધના જાહેરનામાને પગલે એસટી દ્વારા પ્રથમ નવરાત્રી એ ૬૦, એસટી બસ તળેટી થી માંચી સુધી ચલાવવામાં આવી હતી જેમાં બપોરે ચાર વાગ્યા સુધી એસટીની ૫૮૨ ટ્રીપમાં ૩૫,૧૧૧ યાત્રાળુઓ એ મુસાફરી કરી હતી જેના પગલે એસટીને ૭,૭૮,૧૮૩ રૂપિયાની અધઘ આવક થઈ હતી.જ્યારે જાણવા મળતી માહિતી મુજબ એક તરફ એસટી નો ભાડા વધારો તો બીજી તરફ એસટી દ્વારા સ્પેશ્યલ ફેર ના નામે ટિકિટ ભાડામાં પાંચ રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે જે અંતર્ગત અગાઉ માચી થી તળેટી માટે લોકલ ભાડું ૯, રૂપિયા હતું જે વધારીને ૧૦, રૂપિયા કરી દેવામાં આવ્યું છે જ્યારે એક્સપ્રેસ ભાડું ૧૬, રૂપિયા હતું જે વધારીને ૧૮, રૂપિયા કરી દેવામાં આવ્યું છે જોકે આશ્ચર્યજનક રીતે ફેર નું નામ આપી ચૈત્રી નવરાત્રી દરમિયાન પ્રત્યક્ષ યાત્રાળુએ ૫, રૂપિયા વધારાના ભાડામાં ઉમેરી હાલમાં ૨૩, રૂપિયા ભાડું એસટી દ્વારા લેવામાં આવી રહ્યું છે.આમ પાવાગઢ આવતા યાત્રાળુઓની મોંઘવારીના સમયમાં યાત્રા સરેરાશ મોંઘી થવા પામી છે જેનાથી યાત્રાળુઓમાં એક પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે.