પહેલગામમાં થયેલ આતંકી હુમલાના વિરુદ્ધમાં જિલ્લા એગ્રી ઇનપુટ્સ એસોસિયેશનની વેપારીઓ દ્વારા બંધ પાડી વિરોધ નોંધાવ્યો.
તારીખ ૨૬/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લા એગ્રી ઇનપુટ્સ એસોસિયેશનના વેપારી મિત્રોને એ કાશ્મીરના પહેલગામ થયેલ આતંકી હુમલા વિરુદ્ધ ગુસ્સો અને શોક ને લઇ શનિવાર ના રોજ પંચમહાલ જિલ્લાના તમામ વેપારીઓએ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા નિર્દોષ પર્યટકો પરના કાયરતાપૂર્ણ આતંકી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને એક દિવસ સ્વૈચ્છિક બંધ પાડી આ દુઃખદ ઘટના સામે આક્રોશ વ્યક્ત કરયો હતો તારીખ ૨૬ એપ્રિલ ૨૦૨૫ શનિવાર ના રોજ સમગ્ર પંચમહાલ જિલ્લાની દરેક એગ્રી ઇનપુટ્સ દુકાનો સ્વયંભૂ બંધ રાખી હતી અને આ બંધ સ્વેચ્છાએ અને સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે બંધ રાખીને તમામ પંચમહાલ જિલ્લા એગ્રી ઇનપુટ્સ એસોસિયેશન ના વેપારી વર્ગ ના લોકોએ એકતા અને શાંતિનું પ્રતિક અને સહયોગ આપી આતંકવાદ વિરુદ્ધ મજબૂત સંદેશ આપ્યો હતો અને એક દિવસ શનિવાર સંપૂર્ણપણે બંધ રાખી પહેલગામ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા વિરુદ્ધમાં ગુસ્સા સાથે શોક વ્યક્ત કર્યો હતો.