હાલોલ:વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે દિવાળી પર્વની ઉજવણી કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૬.૧૦.૨૦૨૪
હાલોલ ના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધો-1 થી 8 માં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રંગોળી સ્પર્ધા,દિવા ડેકોરેશન,થાળી ડેકોરેશન જેવી વિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધો-3 થી 8 ના વિદ્યાર્થીઓ કુલ 3 ગ્રૂપમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.ધો-3 થી 4 ,ધો- 5 થી 6 ધો-7 થી 8 આમ આ સમગ્ર કાર્યક્રમ માં મુખ્ય મહેમાન શાળા મંડળ સેક્રેટરી સમીરભાઈ શાહ અને સભ્ય મુકુંદભાઈ દેસાઈ એ પોતાની હાજરી નોંધાવી કાર્યક્રમ ની શોભા વધારી હતી.જેમાં કાર્યક્રમ ના અંતે સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ ને સ્પર્ધાના 3 ગ્રૂપના નિર્ણાયક શિક્ષક બીનાબેન.પી.શાહ,બોસ્કીબેન પટેલ,કલ્પનાબેન પંચાલ,વૈદેહીબેન પટેલ,અને નેહાબેન પટેલ દ્વારા નંબર અંકિત કરવામાં આવ્યા હતા.આંમ આ સમગ્ર કાર્યક્રમ ના અંતમાં શાળા ના આચાર્ય હર્ષાબેન શુકલે શાળા ના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ,સેવક ભાઈ-બહેનો ને દિવાળીની શુભેચ્છા પાઠવી કાર્યક્રમ ની પુર્ણાહુતી અર્પી હતી.