KALOL(Panchamahal)PANCHMAHAL

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અધિવેશન ના નામે શિક્ષકો પાસેથી ફાળો ઉઘરાવવાનો પરિપત્ર કરાતા તાલુકાના શિક્ષકોમાં ઉગ્ર આક્રોશ.

તારીખ ૧૧ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા યોજાનાર અખિલ ભારતીય શિક્ષક સંઘના અધિવેશન માટે શિક્ષક દીઠ ફાળા ની રકમની પગાર માંથી કપાત કરવા અંગે નો રાજ્ય શિક્ષણ વિભાગ ના અધિકારીઓ દ્વારા પરિપત્ર કરાતાં કાલોલ તાલુકામાં તેમજ સમગ્ર પંચમહાલ જિલ્લા ના શિક્ષકો માં ઉગ્ર આક્રોશ અને વિરોધ નો માહોલ પેદા થયેલ છે.કાલોલ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ વિનોદકુમાર અમીન તેમજ સમગ્ર ટીમ ને આ બાબતે પૂછતાં જણાવેલ હતું કે મહાસંઘ દ્વારા ભૂતકાળ માં આ પ્રકારનું અધિવેશન ખેરવા મહેસાણા ખાતે યોજાયેલ હતું તથા હાલ માં બેગલોર ખાતે પણ યોજાયેલ હતું.પરંતુ આવા અધિવેશન માટે આજદિન સુધી શિક્ષકો પાસેથી કોઈપણ જાતના ફંડ-ફાળા માટે કોઈપણ જાતના પરિપત્ર કે દબાણ કરવામાં આવેલ નથી.જ્યારે અન્ય સંઘઠન દ્વારા આ પ્રકારે કરાવતા શિક્ષકો ના આક્રોશ લઈને જિલ્લા તેમજ રાજ્ય મહાસંઘ માં તાત્કાલિક જાણ કરી આ પ્રકાર ના પરિપત્ર રદ કરવાની માંગણી કરવામાં આવેલ છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!