કાલોલ તાલુકા ની પીંગળી પ્રાથમિક શાળા નો વન ભોજન કાર્યક્રમ યોજાયો

તારીખ ૨૮/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વિર શહીદ કીર્તનસિંહ પૃથ્વીસિંહ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ નો વન ભોજન કાર્યક્રમ યોજાયો જેમાં પ્રથમ ગામ ના પાદરે આવેલ પીરદાદા ના મંદિર ના દર્શન કર્યા હતા સાથોસાથ ક્ષેમ કલ્યાણી માતાજી ના દર્શન, પિંગ્લેશ્વર મહાદેવ ના દર્શન, વિર ભાથીજી મહારાજ ના દર્શન, રામદેવ પીર ના દર્શન અને હમીરપુરી ખાતે હનુમાનજી ના મંદિરે દર્શન કરી ચોક માં એકત્રિત કરી વન હક ની વાતો રજૂ કરી હતી.
વધુ વિગતે વાત કરીએ તો ઘેરી વનરાજી વચ્ચે જ્યારે વડિલો અને વડવાઓ સૃષ્ટિ સર્જન માં વન માં એટલે કે ખેતરો માં વધુ રહેતા અને વધુ જીવન પણ ત્યાં જ પસાર કરતા હવે યુગ બદલાતા ઘણો બધો બદલાવ જોવા મળે છે સપાટ પથ્થરો અને ચાર દીવાલો વચ્ચે માણસ જીવતો થઈ ગયો છે એટલે વનની વગડાઈ શું છે એ બાળકો ને પણ ખબર નથી એટલા માટે બાળકો ને આ વિશેષતા સમજાવી વન ભોજન અને રમત ગમત સાથે મોજ માણી ને દિવસ પસાર કરવો એ પણ એક ગ્રામ્ય જીવન ની ક્ષમતા અને સંસ્કૃતિ છે હવે દિન પ્રતિદિન વન જંગલ ઓછા થતાં જાય છે એના માટે જવાબદાર કોણ એવો પણ એક ગ્રામ્ય કક્ષાએ પ્રશ્ન ઉદભવે ત્યારે ભાવિ પેઢી ને આ બાબતે પણ માહિતગાર કરવાની તક મળી હતી આ સાથે જ સૌ શિક્ષક ગણ અને આચાર્ય સહિત બાળકો સાથે વન ભોજન માં સાથે આનંદ ઉત્સવ ઉજવ્યો હતો.





