શહેરા તાલુકાના ખાંડીયા ગામેથી વિદેશી દારૂના કવાટરીયા તથા બીયર ટીન મળી કુલ નંગ- નંગ-૧૪૪૦ કી.રૂ. ૧,૫૭,૮૭૨/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોની પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ગોધરા
ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ ગોધરા રેન્જ, પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ નાઓએ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ નાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈ એલ.સી.બી. ગોધરા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી રેઈડો કરવા સુચના કરેલ.
જે સુચના અન્વયે ભરતભાઈ રામાભાઈ અ.પો.કો. એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, શહેરા તાલુકાના ખાંડીયા ગામે રહેતા તુષારકુમાર દિનેશભાઈ પરમાર તથા અક્ષયકુમાર અશ્વીનભાઈ પરમાર નાઓ બંને જણા ભેગા મળી ખાંડીયા ગામે આવેલ પ્રાથમિક શાળાના સામેના ભાગે આવેલ ખેતરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી મંગાવી સગે વગે કરવાની પેરવીમાં છે. તેવી મળેલ બાતમી આધારે , એસ.આર.શર્મા પો.સ.ઈ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે ખાંડીયા ગામે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી બે ઇસમોને નીચે મુજબના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.
કબજે કરેલ મુદ્દામાલ:-
(૧) માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયરના ટીન નંગ – ૩૩૬ કી.રૂ.૩૬,૯૬૦/-
(૨) ગોવા સ્પિરીટ ઓફ સ્મુથનેસ વ્હીસ્કીના કવાટરીયા નંગ-૯૬૦ કિ.રૂ.૧,૧૦,૪૦૦/-
(૩) કાઉન્ટી કલ્બ ડીલક્ષ વ્હીસ્કીના કવાટરીયા નંગ-૧૪૪ કિ.રૂ.૧૦,૫૧૨/-
(૪)મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫,૦૦૦/-
આરોપીઓના નામ-
(૧) તુષારકુમાર દિનેશભાઈ પરમાર રહે. ખાંડીયા તલાવડી ફીયુ તા.શહેરા જી. પંચમહાલ
(ર) અક્ષયકુમાર અશ્વીનભાઈ પરમાર રહે. ખાંડીયા રોડ ફળીયુ તા. શહેરા જી. પંચમહાલ ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી શહેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર ટીમના અધિકારી/કર્મચારી:-
(૧) શ્રી, એસ.આર.શર્મા પો.સ.ઈ. એલ.સી.બી. ગોધરા.
(૨) કૃષ્ણકાંત તેરસીંગ અ.હે.કો. એલ.સી.બી. ગોધરા.
(૩) જોગેન્દ્રસિંહ દીલીપસિંહ અ.હે.કો. એલ.સી.બી. ગોધરા.
(૪) ભરતભાઇ રામાભાઈ અ.પો.કો. એલ.સી.બી. ગોધરા.
(૫) શૈલેષકુમાર બચુભાઈ અ.પો.કો. એલ.સી.બી. ગોધરા.
(૬) અલ્પેશભાઈ નારણભાઈ આ.પો.કો. એલ.સી.બી. ગોધરા.