હાલોલમાં આંતરરાષ્ટ્રીય યોગ ડે ની ઉજવણી કરાઈ,કસ્તુરબા ગાંધી બાલિકા વિધ્યાલય ખાતે બાલિકાઓએ કર્યા યોગ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૬.૨૦૨૬
૨૧ મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી અંતર્ગત હાલોલમાં વીએમ સ્કૂલ કેમ્પસ ખાતે ૨૦ થી ૨૨ જૂન દરમ્યાન વહેલી સવારે ૫.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી નિશુલ્ક યોગ એવમ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.વિશ્વની બે મહત્વપૂર્ણ અને અભૂતપૂર્વ ઘટનાનો સોનેરી દિવસ એટલે 21 મી જૂન આ દિવસ સૃષ્ટિનો લાંબામાં લાંબો દિવસ અને વૈદિક સનાતન ધર્મના પાયાનો અંત્યંત પવિત્ર પર્વ એટલે યોગ દિવસ દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા યોગગુરૂ યોગ ઋષિ એવા રામદેવજી મહારાજના પ્રચંડ અથાક અને અભૂતપૂર્વ પ્રવાસનું પરિણામ એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ.ગયા વર્ષે તો લગભગ 173 દેશોએ 21 મી જુને આંતરરાષ્ટ્રીય યોગ ડે પૂરી ધામધૂમથી આનંદ ઉમંગ અને ઉત્સાહથી ભવ્ય અને યોગ દિવસ ઉજવ્યો હતો આ વર્ષે પણ તેનાથી પણ વધુ દેશો ગયા વર્ષની તુલનામાં ઉમંગ અને ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે.જ્યારે આખું વિશ્વ યોગમય બની 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ ડે મનાવતો હોય ત્યારે હાલોલ તાલુકો પણ કેમ પાછળ રહી શકે યોગગુરૂ યોગ ઋષિ એવા સ્વામી રામદેવજી મહારાજના આશીર્વાદ તથા પ્રેરણાથી પતંજલિ યોગ સમિતિના સર્વ કરતા ધરતા એવા લક્ષ્મણભાઈ ગુરવાણી તેમજ વીએમ સ્કૂલના અંગ્રેજી માધ્યમના આચાર્ય રજનીકાંત ધમાલ દ્વારા તારીખ ૨૦ થી ૨૨ જૂન ના રોજ સવારે 5:30 થી 7:30 કલાક દરમિયાન વીએમ સ્કૂલ હાલોલના મેદાનમાં નિશુલ્ક યોગ એવમ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.જેને લઈને આજે 21 મી જૂન રવિવારના રોજ આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હાલોલ ના તમામ બાળકો યુવકો યુવતીઓ મહિલાઓ અને પુરુષોએ આ આંતરરાષ્ટ્રીય’ યોગ ડે’ ના મહોત્સવમાં ભાગ લઈ સહભાગી થઈ પોતાના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક લાભ લીધો હતો જ્યારે આર્ટ ઓફ લિવિંગ હાલોલ ચેપ્ટર દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિધ્યાલય,પ્રતાપપુરા ખાતે ડૉ.ગુંજનબેન અને કાર્તિકભાઈ ભાભોર દ્વારા યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં હોસ્ટેલ રેક્ટર અને હેડ ટીચર સુહાસીનીબેન દિનેશચંદ્ર કટારા એ હોસ્ટેલ ની તમામ વિધાર્થીની ઓ સાથે રહી યોગ પ્રાણાયામ કર્યા હતા.આ પ્રસંગે ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કમિટી ના મેમ્બર પરમાનંદભાઇ સોની અને કિર્તીબેન સોની એ હાજર રહી યોગ કર્યા હતા.













