HALOLPANCHMAHAL

હાલોલ:ચૈતર વસાવાના સમર્થનમાં હાલોલ આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા રેલી યોજાઈ 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૮.૬.૨૦૨૬

તાજેતરમાં જ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાના વિરોધમાં અને તેમના સમર્થનમાં હાલોલ આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા આજે રવિવારના રોજ એક વિશાળ પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કેસમાં માનનીય હાઇકોર્ટ દ્વારા ચૈતર વસાવાને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી મુખ્ય માંગ આ રેલી દરમિયાન પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા બુલંદ અવાજે કરવામાં આવી હતી. આ આયોજનમાં હાલોલ તાલુકામાંથી આમ આદમી પાર્ટીના વિવિધ સંગઠનોના પદાધિકારીઓ, અગ્રણીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહી કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યના સમર્થનમાં પોતાનો રોષ તેમજ એકતા પ્રદર્શિત કરી હતી.જ્યારે આ રેલી હાલોલ પાવાગઢ રોડ પર આવેલ મહારાણા પ્રતાપ ચોક ખાતેથી નીકળી હતી અને હાલોલના મુખ્ય ગાર્ડન ખાતે સમાપ્ત થઈ હતી.

Back to top button
error: Content is protected !!