HALOLPANCHMAHAL

હાલોલ: દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાનેલાવ ગામે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો,15 નવ દંપતીઓએ પ્રબુતામાં પગલાં પાડયાં 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૦.૫.૨૦૨૬

હાલોલ તાલુકાના પાનેલાવ ગામે દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ નાં પ્રમુખ કૃણાલભાઈ ભાટિયા સહિત ટ્રસ્ટના અગ્રણીઓના સોજન્યથી પાંચમો સમુહ લગ્નોત્સવ નું આયોજન આજે રવિવારના રોજ કરવામાં આવ્યું હતું.જેમાં 15 નવ દંપતીઓ એ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.કાર્યક્ર્મ ની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.આ પ્રસંગે0હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કણજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર,હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત રાજકીય આગેવાનો તેમજ પાનેલાવ ગામ સહિત આસપાસના ગામોનાં ગ્રામજનો ભવ્ય સમુહ લગ્નોત્સવમાં જોડાયા હતા.જેમાં પ્રભુતામાં પગલાં પાડી દામ્પત્ય જીવન ની શુભ શરૂઆત કરનાર 15 જોડાઓને દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ અને દાતાઓ દ્વારા કન્યાદાન કરી કરિયાવર સહિત વિવિધ પ્રકારની ભેટ સોંગાદો આપવામાં આવી હતી.જેમાં 15 નવ દંપતીઓ ને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ અગ્રણીઓ દ્વારા આશીર્વાદ પાઠવી સુખી લગ્ન જીવન ની શુભેચ્છાઓ પાઠવી હતી અને પાંચમો સમુહ લગ્નોત્સવ નું આયોજન સફળતા પૂર્વક દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!