HALOLPANCHMAHAL

પાવાગઢ- પાવાગઢ પોલીસ અને મહાકાલી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મંદિર પરિસર ખાતે પ્રથમવાર શસ્ત્રપુજન કાર્યક્રમ યોજાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૨.૧૦.૨૦૨૪

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ મંદિર પરિસર ખાતે વિજયા દશમીના રોજ ઇતિહાસમાં પહેલીવાર મંદિર ટ્રસ્ટ તેમજ પોલીસના સંયુક્ત ઉપક્રમે શસ્ત્ર પૂજન પોલીસના પારંપરિ પોલીસ બય્યુગલ (પોલીસ બેન્ડ) સાથે બપોરના સમયે કરવામાં આવ્યું હતું.ભારત વર્ષના ૫૧, શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ ગણાતા પાવાગઢ મંદિર પરિસર ખાતે આધ્યાત્મિક વાતાવરણમાં દશેરાની ઉજવણી કરાઈ હતી જેમાં પાવાગઢ ડુંગરની ટોચ પર આવેલ મહાકાળી માતાજીના શિખરબદ્ધ સુવર્ણ કળશ થી સુશોભિતમ અલ્હાદક મંદિર ખાતે પાવાગઢના ઇતિહાસમાં આજે પ્રથમ વાર દશેરાના પર્વ ને લઈને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ.જેમાં બપોરે ૨.૦૦ ના કલાકે માં કાલિકા મંદિર ટ્રસ્ટ અને પાવાગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં પાવાગઢ પોલીસના બેન્ડ સાથે તેમજ શરણાઈઓના સુર અને માતાજીના શંખની સાથે મહાકાળી માતાજીના મંદિરના પૂજારીઓ દ્વારા ધાર્મિક વિધિ વિઘાન પ્રમાણે ધાર્મિક વાતાવરણમાં મહાકાળી માતાજીના ત્રિશૂળ અને માતાજીની તલવાર સહિત પોલીસના શસ્ત્રોનું શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં આ શસ્ત્ર પૂજનના શુભ પ્રસંગે કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટીઓ સહિત માં કાલિકા મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ તેમજ પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઇ.આર.જે.જાડેજા સહિત પોલીસ કર્મીઓ તેમજ પોલીસ બેન્ડના સદસ્યો અને સ્થાનિક લોકો તેમજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉપસ્થિત હતા.મંદિર પરિસર ખાતે શસ્ત્ર પૂજન ના કાર્યક્રમ સમયે હાજર યાત્રાળુઓ માતાજીના દર્શન ની સાથે સાથે પોલીસ બય્યુગલ ના સુમધુર સુર સાંભળી તેમજ શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ નિહાળી રોમાંચિત થઈ ઉઠ્યા હતા.

Oplus_131072

Back to top button
error: Content is protected !!