HALOLPANCHMAHAL

હાલોલ ટાઉન પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો, બે ખેપીયાની કરી અટકાયત

તા.૧.એપ્રિલ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ ટાઉન પોલીસે બાતમીના આધારે ગોધરા બાયપાસ રોડ પર આવેલ એક હોટલનાં કમ્પાઉન્ડમાં ઊભેલી આઇશર ટેમ્પો માથી રૂ.૧૨,૭૭,૭૬૦/-નો દારુ તથા પાંચ લાખનો આઇશર ટેમ્પો ૧,૨૨,૭૦૫/- નો એનિમલ મેટ મળી કુલ ૧૯,૦૭,૨૩૫/-નાં મુદ્દામાલ સાથે બે ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ ટાઉન પોલીસ ગતરાત્રીએ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન હાલોલ પોલીસ મથકનાં પીઆઈ કે.એ.ચૌધરીને બાતમીદાર દ્વારા પાક્કી બાતમી મળી હતી કે ગોધરા બાયપાસ રોડ પર આવેલ એસ.કે.હોટલ નાં કમ્પાઉન્ડ માં એક આઇશર ઊભેલી છે જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છે જે બાતમીને લઇ હાલોલ ટાઉન પોલીસે બાતમી વાળી જગ્યાએ છાપો મારતાં બાતમી વાળી આઇશર ટેમ્પો માં તપાસ કરતા ટેમ્પાની અંદર પ્લાસ્ટિક એનિમલ મેટ ભરેલી હતી તેને ખસેડી જોતા આઇશર ટેમ્પોમાં બનાવેલ ચોર ખાનામાં તપાસ કરતા દારૂની પેટી નંગ ૨૪૨, બોટલ નંગ ૨૯૦૪ મળી આવતા પોલીસે ટેમ્પો ચાલક મુલારામ ઉમારામ પુનિયા જાટ તથા ખેતારામ નારનાંરામ જાટ બંનેવ રહે. કકરાડા મુલાની તા.સેડવા જી.બાડમેર,રાજસ્થાન નાઓએ ઝડપી પાડી આ માલ ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો છે તે અંગેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તેમના જ ગામના હનુમાનરામ બીરમાંરામ જાટ નાઓએ દારુ મોકલનાર અને આબીદ મેવાત નો નંબર આપેલ જેને લઇ પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!