હાલોલ વડોદરા હાઇવે રોડ પર બે કાર અને રિક્ષા વચ્ચે સર્જાયો અક્સ્માત,રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૫.૨.૨૦૨૫
હાલોલના બાસ્કા ગામે થી રીક્ષા લઇ હાલોલ આવવા નીકળેલા આબીદઅલી નજીરઅલી માકરાણી ની રીક્ષાને હાલોલ વડોદરા હાઇવે ઉપર કાર ની ટક્કર વાગતા પલટી ખાઈ જતા અક્સ્માત સર્જાયો હતો જેમાં પાછળ આવી રહેલી અન્ય એક કાર ઘુસી જતા રોડ ઉપર વાહનો નો ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત માં ઇજાગ્રસ્ત રીક્ષા ચાલક ને ટોલ પ્લાઝા ની એમ્બ્યુલન્સ માં સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત માં ઇજા પામેલા રીક્ષા ડ્રાઇવર એ જણાવ્યુ હતુ કે તેની રીક્ષા ને એક કાર ની ટક્કર વાગતા રીક્ષા પલટી ખાઈ જતા તે ઇજાગ્રસ્ત થયો હતો તે દરમ્યાન પાછળ આવતી અન્ય એક કાર રીક્ષા માં ભટકાઈ હતી. રીક્ષા ચાલક બાસ્કા નો હતો, તો પાછળ આવતી કાર માં મધ્ય પ્રદેશના કિન્નર સવાર હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે અક્સ્માત ની જાણ હાલોલ રૂરલ પોલીસ ને થતા ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.