HALOLPANCHMAHAL

હાલોલ-વી.એમ.શાહ ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ સ્કૂલનો વાર્ષિક રસોત્સવ બે દિવસ યોજાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૩.૨.૨૦૨૫

હાલોલ નગર ના ગોધરા રોડ પર આવેલ શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત વી.એમ.શાહ ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ સ્કૂલનો વાર્ષિક રસોત્સવ બે દિવસ કલ્કી યુગ પ્રદર્શનની થીમ પર શાળાના પટાંગણમાં યોજાયો હતો.હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ વી એમ શાહ સ્કૂલનો વાર્ષિક રસોત્સવ સંસ્થા ના પ્રમુખ પ્રફુલચંદ્ર એમ શાહ તેમજ માનદ મંત્રી સમીરભાઈ શાહ ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.જ્યારે આ પ્રસંગે શાળાના બંને માધ્યમના આચાર્યો મૃગેન્દ્રસિંહ સોલંકી, હર્ષાબેન શુક્લા અને રજનીકાન્ત ધમાલ દ્વારા શાળાની વર્ષ દરમિયાન શૈક્ષણિક તેમજ શાળામાં થતી અન્ય પ્રવૃત્તિઓ નો ચિતાર આપ્યો હતો.જયારે શિક્ષણ મંડળના માનદ મંત્રી સમીરભાઈ શાહે શાળા ની શિક્ષણ પ્રવૃત્તિ અંગે તેમજ બાળકોને ભણવાની સાથે રમત ગમત સહીત દરેક પ્રકારની એક્ટિવિટી સ્કૂલ કેમ્પસમાં મળી રહે તેવા પ્રયાસો શાળા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.તેમ જણાવ્યું હતું.જ્યારે બાળકોએ કલ્કી યુગપ્રદર્શન ની થીમ પર વાર્ષિક રસોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં આજની પેઢી એ વૃક્ષ વાવો વૃક્ષ બચાવો પાણી બચાવો સ્વછતા જાળવવા તેમજ પુષ્કર મેળો, બૈશાખી મેળો, તરણેતર મેળો, કુંભ મેળા વિશે જાણકારી પ્રદર્શન કરી ઉપસ્થિત સૌ ને માહિતગાર કાર્ય હતા, આવનારી ની યુવા પેઢીને હિન્દુ સંસ્કૃતિની શિવાજી જયંતિ વિગેરે પાત્રોથી અવગત કરાવવા કલકી યુગ પ્રદશર્ન થીમ પસંદ કરવામાં આવી હોવાનું શાળા સંચાલકોએ જણાવ્યું હતું.બંને દિવસ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ ના કેજી થી લઈ ધોરણ ૧૧ સુધીના શાળાના બાળકો દ્વારા થીમ મુજબ જુદા જુદા આબેહૂબ પાત્રો તેઓની કલાકારી દ્વારા પ્રસ્તુત કર્યા હતા જેનાથી ખૂબજ મોટી સંખ્યામાં કાર્યક્રમને નિહાળવા આવેલ અન્ય વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ તેમજ શાળાના શિક્ષક ગણ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા.બંને દિવસ ઉત્સાહ પૂર્વક ભાગ લીધી હતો.અને સૌએ કાર્યકર્મ ને નીહાળીઓ હતો.

Back to top button
error: Content is protected !!