KALOL(Panchamahal)PANCHMAHAL

હાલોલ મહિલા હેલપલાઇન ટીમે પતિ અને સાસરીપક્ષને સમજાવી 6 માસની બાળકીને તેની માતાને સોંપી.

 

તારીખ ૧૩/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના એક ગામમાં પતિ અને સાસુએ છ મહિનાની બાળકી છીનવી પરિણીતાને તરછોડ દીધી હતી. ત્યારે પરિણીતાના પરિવારજનો સાસરીમાં ગયા હતા.પરંતુ તેમને બાળકી આપી ન હતી. ત્યારે એક દિવસ સુધી માતા તેને બાળકી વિના આક્રંદ કરતી હતી આખરે અભયમ ટીમ માતાનું બાળકી સાથે મિલન કરાવ્યું હતું. મહિલા હેલ્પલાઇન ટીમનાં કાઉન્સેલરે સાસરી પક્ષને સમજાવી બાળકી આખરે માતાને સોંપી દીધી આ અંગે માહિતી પ્રમાણે ઘટનાની જાણ થતા અભયમ ટીમના કાઉન્સિલર મધુબેન દ્વારા પરિણીતાનું કાઉન્સિલિંગ કર્યું હતું. ત્યારે પરિણીતાએ જણાવ્યું હતું કે મારા લગ્નને બે વર્ષ થયા છે શરૂઆતમાં અમારો ઘર સંસાર સારો ચાલ્યો હતો પછી દેરાણીને ઘરમાં લાવ્યા બાદ થોડા સમયમાં સાસુ-સસરા કામકાજ માટે ટોકવા લાગ્યા હતા.પરણીતાએ પતિ સાથે અલગ મકાનમાં રહેવા ગયા હતા.જ્યાં તેમને એક દીકરીનો જન્મ થયા બાદ સાસુ સસરા સાથે ઘરે રહેવા આવ્યા હતા. થોડા સમય બાદ ઘરકામની બાબતમાં ફરી ઝઘડા શરૂ થઈ ગયા હતા. જે એટલી હદે પહોંચી ગયા હતા કે તેમના પતિ પણ મારઝુડ કરતા હતા. ત્યારે તેમના પતિએ તેમને પિયર મૂકી આવ્યા હતા અને બાળકી આપી ન હતી ત્યારે તેમના પરિવારજનોએ પરિણીતાની સાસરીમાં બાળકી લેવા ગયા હતા. પરંતુ તેમણે બાળકી આપી ન હતી ત્યારે આખરે પરિણીતાને તેના ફ્રિન્ડ્સ દ્વારા મહિલા હેલ્પલાઇન ની માહિતી મળતાં ૧૮૧ નો સંપર્ક કર્યો હતો. અભયમ ટીમ પરણીતાની સાસરીમાં પહોંચી હતી.અને બાળકીને અત્યારે માતાની વધુ જરૂર છે બાળક આપીદેવું જોઈએ બાળકને માતાથી અલગ રાખી ન શકાય એમ કહી પતિ અને સાસરિયાંઓને સમજાવ્યા હતા. ત્યારે સાસરીવાળાએ બાળકી તેની માતાને સોંપી હતી.

Back to top button
error: Content is protected !!