HALOLPANCHMAHAL

હાલોલ:ઓનલાઇન દવાઓના વિરોધમાં હાલોલના મેડિકલ સ્ટોર બંધ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૦.૫.૨૦૨૬

 

આજે સમગ્ર ભારતમાં મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે બંધ છે. AIOCD દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને હાલોલમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.ઓનલાઇન દવાઓના ગેરકાયદેસર વેચાણ અને તેનાથી થતા નુકસાનના વિરોધમાં ‘હાલોલ કેમિસ્ટ એસોસિએશન’ સાથે જોડાયેલા તમામ મેડિકલ સ્ટોર્સ આજે સજ્જડ બંધ રહ્યા છે.જ્યારે આજે વેપારીઓએ એકસૂરે ઓનલાઇન ફાર્મસી નીતિનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.મહત્વની વાત એ છે કે આ લડતમાં કેમિસ્ટ એસોસિએશન એકલું નથી. આજના આ બંધને જેનરિક હોલસેલ એસોસિએશન, ડૉક્ટર એસોસિએશન અને એમ.આર. (M.R.) એસોસિએશન તરફથી પણ સંપૂર્ણ અને મક્કમ સહકાર સાંપડ્યો છે.બંધના કારણે આમ જનતાને ભારે હાલાકી ન ભોગવવી પડે અને ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક દવાઓ મળી રહે, તે માટે માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો છે. બજારમાં આવેલું ‘બીપીનચંદ્ર જી. પરીખ’ મેડિકલ સ્ટોર આજે ખાસ ખુલ્લું રાખવામાં આવ્યું છે, જેથી દર્દીઓને આકસ્મિક જરૂરિયાતમાં દવાઓ મળી શકે.

Back to top button
error: Content is protected !!