HALOLPANCHMAHAL

હાલોલ:શારદા વિદ્યા મંદિર શાળાનું એસએસસી બોર્ડ ૨૦૨૬ માં શ્રેષ્ઠ પરિણામ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૬.૫.૨૦૨૬

આજરોજ જાહેર થયેલ ધોરણ 10 એસએસસી બોર્ડની પરીક્ષાના પરિણામમાં હાલોલ માં ગોધરા રોડ પર આવેલ શારદા વિદ્યા મંદિર શાળા ગુજરાતી માધ્યમનું 95% પરિણામ તથા અંગ્રેજી માધ્યમનું 85% પરિણામ આવ્યુ છે.તેમાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમે પરમાર વિપુલ 96.51 PR,દ્વિતીય ક્રમે પ્રજાપતિ ચાર્વી 96.36 PR તથા તૃતીય ક્રમે તીરગર અક્ષરા 95.26 PR મેળવેલ છે.તેમજ શાળાના અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે વર્મા તમન્ના 94.78 PR, દ્વિતીય ક્રમાંકે શાહુ સોમ્ય 93.95 PR અને તૃતીય ક્રમાંક એ વસાણી પ્રિન્સ 78.38 PR મેળવેલ છે. શાળા પરિવાર માટે આ પરિણામ ખૂબ જ ઉત્સાહજનક છે, આ પરિણામ વિદ્યાર્થીઓની મહેનત સાથે એકાગ્રત ચિતે અભ્યાસ તથા શાળાના શ્રેષ્ઠ શિક્ષકોના માર્ગદર્શનને આભારી છે વ્હાલા વિદ્યાર્થીઓ આપ સર્વે આગળનું શૈક્ષણિક કાર્ય ગુણવત્તા સભર અને અસરકારક રીતે પ્રાપ્ત કરી ભવિષ્યમાં એક આદર્શ વિદ્યાર્થી અને દેશના આદર્શ નાગરિક બનો તેવી શારદા વિદ્યા મંદિર ના ટ્રસ્ટીગણ, આચાર્ય તથા સમગ્ર શાળા પરિવાર વતી તેમને ખૂબખૂબ શુભેચ્છા પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!