HALOLPANCHMAHAL

હાલોલ:વી.એમ.ઇંગ્લિશ મિડિયમ તેમજ ગુજરાતી મીડીયમ સ્કૂલનું ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું ઝળહળતું પરિણામ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૬.૫.૨૦૨૬

 

શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત શ્રીમતી વી.એમ.ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ,હાલોલ દ્વારા ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2026માં શાળાનુ 100 ટકા પરિણામ મેળવી ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ મેળવી શાળા તથા વાલીઓનું નામ રોશન કર્યું છે.જેમા પ્રથમ ક્રમે વિશ્વાબેન એસ.કાછીયા 95.67% (PR 99.50),દ્વિતીય ક્રમે ભૃગુ એસ. મહેતા 95.33% (PR 99.36),તૃતીય ક્રમે આદિત્ય.જી.રાણા 94.33% (PR 98.82),તૃતીય ક્રમે હિમાની જી. લાખ્યાણી 94.33% (PR 98.82) આ ઉત્કૃષ્ટ સફળતા બદલ તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકગણને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.જ્યારે શ્રીમતી વી.એમ.ગુજરાતી મિડિયમ સ્કૂલ,હાલોલ દ્વારા ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2026માં શાળાનુ 95,13 ટકા પરિણામ આવ્યું છે જેમાં પ્રથમ ક્રમે તન્વી મયંકભાઈ પટેલ 99.36(PR 95.3),દ્વિતીય ક્રમે નીકુમાર જયંતીભાઈ પટેલ 98.72 (PR 94.17) જ્યારે તૃતીય ક્રમે નેન્સી નરેશભાઈ પટેલ 98.14 (PR 93.33) આવતા આ તમામ વિધાર્થીઓન ઇંગ્લિશ મિડિયમે તેમજ ગુજરાતી મીડીયમ શાળાના આચાર્ય તથા ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.જ્યારે મહત્વ એ હતું કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થી વિશ્વા કાછિયાએ SSC બોર્ડ પરીક્ષામાં 96% અને એ પણ ટ્યુશન વિના 99.50 PR મેળવ્યા છે.જેને લઈને શાળા મેનેજમેન્ટ ગર્વ અનુભવે છે અને ગૌરવશાળી વિદ્યાર્થીઓ અને વાલીઓને શુભકામનાઓ પાઠવે છે.

 

Back to top button
error: Content is protected !!