KALOL(Panchamahal)PANCHMAHAL

સુરત ખાતે હઝરત સૈયદ અહમદ કબીર રિફાઇના ૮૬૮ માં ઉર્ષની હજારો જાયરીનોની ઉપસ્થિતિમાં દબદબાભેર ઉજવણી કરાઇ

તારીખ ૨૬/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

સુરત શહેરમાં આવેલ બીરીયાવી ૮૬૬ ભાગલ સ્થિત સુપ્રસિદ્ધ એશિયા ખંડની મોટી ગાદી ખાનકાહ એ રિફાઈ ખાતે ઇરાકમાં સ્થિતિ ઉમે અબીદા શહેરની દરગાહમાં આરામ ફરમાવતા હજરત સૈયદ અહમદ કબીર રિફાઇના ૮૬૮મો અને ખાનકાહ સ્થિત દરગાહમાં આરામ ફરમાવતા હજરત સૈયદ અબ્દુલ રહીમ રિફાઈના ૭૯૬મો વાર્ષિક આ ઉર્સ મોટી ગાદીના ગાદીપતિ હઝરત સૈયદ અલાઉદ્દીન રફાઈ સાહેબની સજ્જાદગીમાં અને ખાનકાહએ કલા મોટી ગાદીના સદર હજરત સૈયદ લતીફુદ્દીન બાબા રિફાઇ, સૈયદ ગૌસુદ્દિન રિફાઈ, સૈયદ વજીઉદ્દિન રિફાઇના મુબારક હાથોથી સંદલની વીધી સંપન્ન કરવામાં આવી હતી.દર વર્ષે ખાનકાહ શરીફમાં પર ભવ્યાતિભવ્ય રીતે હર્ષોલ્લાસ સાથે સાથે ઉર્સ ઉજવણી થાય છે. જેમાં પરંપરાગત રીતે યોજાતા કાર્યક્રમોમાં પંચમહાલ જિલ્લાના ગોધરા કાલોલ શહેરા હાલોલ સહિત સમગ્ર ભારતના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જાયરીનો (ભાવિકો) જોડાયા હતાં રાતીબે રિફાઈનો જલાલી જલસો યોજાય છે અને બીજે દિવસે મોડી રાત સુધી મેહફીલે શમ્મા (કવ્વાલી) ભારતના મશહૂર ફનકારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયા હતા. આ ખાનકાહ શરીફમાં હિન્દુ અને મુસ્લિમની કોમી એકતાનું અને આસ્થાનું પ્રતિક હોવાથી ભક્તો અહીં આવીને દરગાહ પર ચાદર ચડાવી પોતાની મન્નતો (બાધા) આખરી પૂરી કરે છે.

Back to top button
error: Content is protected !!