HALOLPANCHMAHAL

હાલોલ પાવાગઢ રોડ પર કોર્ટના આવાસ માટેની સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩.૭.૨૦૨૬

હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલી અને કોર્ટના આવાસ માટે ફાળવવામાં આવેલી સરકારી જમીન પરથી આજે શુક્રવારના રોજ વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્રની આ કડક કાર્યવાહીને પગલે દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, હાલોલના પાવાગઢ રોડ પર કોર્ટની બાજુમાં આવેલ સર્વે નંબર ૫૨૯ વાળી સરકારી જમીન પર કેટલાક સ્થાનિક લોકો દ્વારા ફરીથી ગેરકાયદે દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા.નોંધનીય છે કે: આ અગાઉ પણ આ જમીન પરથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, તેમ છતાં ભૂમાફિયાઓ કે સ્થાનિકો દ્વારા ફરીથી ત્યાં ગેરકાયદે બાંધકામ કરી દેવાયું હતું. જેથી આજે તંત્ર દ્વારા ફરીથી લાલ આંખ કરવામાં આવી હતી.આ સરકારી જમીનની આજુબાજુમાં પણ કેટલાક લોકો દ્વારા પાકા ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હોવાનું વહીવટી તંત્રના ધ્યાને આવ્યું હતું. જેથી તંત્ર દ્વારા તે તમામ દબાણકર્તાઓને કડક ચેતવણી અને સૂચનાઓ આપવામાં આવી હતી. વહીવટી તંત્રના આ કડક વલણને જોઈને, કેટલાક દબાણકર્તાઓએ જાતે જ પોતાના ગેરકાયદે બાંધકામો ખાલી કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

Back to top button
error: Content is protected !!