KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના હિંમતપુરા ગામે વરસાદી પાણી નો નિકાલ ન થતાં રોગચાળો ફેલાવાની શક્યતા

તારીખ ૦૨/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ હિંમતપુરા ગામે વરસાદી પાણીનો નિકાલ થતો નથી પ્રાથમિક શાળા નજીકથી પસાર થતો રસ્તો જાને તળાવ હોય તેમ પાણી ભરાઈ રહેતું હોવાથી ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પાછલા બે વર્ષથી પાણીનો નિકાલ થઈ શકતો નથી જેના કારણે ગામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામ પંચાયતનો વહીવટ છેલ્લા બે વર્ષથી વહીવટદાર કરી રહ્યા છે ત્યારે ગામ લોકોની મુશ્કેલીઓ દૂર ક્યારે થશે એવું ગામ લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે.






