કાલોલ પોલીસે ગોધરા ટાઉન પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુન્હાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો.

તારીખ ૦૭/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત કચેરી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રાજ્યભરમાં મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય,જે અન્વયે જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે નાયબ પોલીસ અધિક્ષક કાલોલ વિભાગના નવિન આહિર નાઓએ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના આપેલ જે આધારે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ડી.ભરવાડ નાઓએ આગામી ચુંટણી અન્વયે અસરકારક વ્યુહાત્મક રણનીતિ બનાવીને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સ્ટાફને જરૂરી સુચના આપેલ.જે અન્વયે કાલોલ પોલીસે બાતમી આધારે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના વિવિધ કલમો હેઠળના ગુનાનાં કામનો નાસતો-ફરતો આરોપી ફહાદ ફિરોજ કોફીવાલા ઉર્ફે ભીમો રહે.ગોધરાનાને કાલોલ બસ સ્ટેશન ખાતે થી પકડી પાડી આગળની કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.







