KALOL(Panchamahal)PANCHMAHAL

વર્ક ઓર્ડર છતાં કામ નહીં: કાલોલ-ગોળીબારનો રસ્તો વરસાદમાં ધોવાયો, કોઝવે પર સુરક્ષાના સાધનોનો અભાવ.

તારીખ ૦૧/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ થઈ ગોળીબાર તરફ જવાનો કાચો રસ્તો વરસાદને કારણે ધોવાઈ ગયો છે અને હાલ ત્યાંથી નીકળવું મુશ્કેલ બની ગયુ છે. મળતી માહિતી મુજબ નગરપાલિકા ખાતે થી રસ્તાની મંજુરી મળી ગઈ છે વર્ક ઓર્ડર પણ બની ગયો છે તેમ છતાં પણ કોઈ અગમ્ય કારણોસર કામ શરૂ થયું નથી ત્યારે કોઝવે ઉપરનો રસ્તો પણ ખરાબ થઈ ગયો છે. આ કોઝવે ઉપર કોઈ પણ જાતના બેરિકેટ લગાવ્યા નથી તેમજ કોઈ રેલીંગ ન હોવાને કારણે અને ચેતવણી રૂપ બોર્ડ નહી હોવાને કારણે બે વર્ષ અગાઉ ૧૭ વર્ષનો યુવક મહંમદ શામી કંસારા નામનો કિશોર એક્ટિવા સાથે ગોમા નદી ના પાણીમાં પડી ગયેલ અને મરણ પામેલ જે બાદ પણ પરિસ્થિતિ માં કોઈ સુધારો થયો નથી. હાલ નદીમાં પાણી આવ્યું હોય કોઝવે ઉપરથી અવરજવર પણ ભયજનક બની ગઈ છે.કાલોલ થી ગોળીબાર તરફ આ રસ્તા ઉપર દરરોજ સંખ્યાબંધ લોકો પસાર થતા હોય છે ત્યારે ધોવાઈ ગયેલ રસ્તો તેમજ કોઝવે ઉપર કામ તંત્ર દ્વારા તાકીદે કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!