KALOL(Panchamahal)PANCHMAHAL

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પૂર ઝડપે દોડતી કારનો ઓવરબ્રિજ પરથી છલાંગ: ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, પરિવારના 5 સભ્યો ગંભીર.

 

તારીખ ૧૦/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

દેશના સૌથી આધુનિક ગણાતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાલોલ નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. રવિવારની રજાના માહોલ વચ્ચે પૂરપાટ ઝડપે જઈ રહેલી એક ખાનગી કારનું ટાયર અચાનક ફાટતા ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં કાર ઓવરબ્રિજની સુરક્ષા દિવાલ તોડીને સીધી નીચે ખાબકી હતી, જેમાં સવાર એક જ પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, એક પરિવાર પોતાની કારમાં દિલ્હી-મુંબઈ કોરિડોર પરથી પસાર થઈ રહ્યો હતો. કાલોલ પાસેના ઓવરબ્રિજ પર જ્યારે કાર પહોંચી, ત્યારે અચાનક ગાડીનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું. ટાયર ફાટવાના કારણે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કાર હાઈવેની રેલિંગ સાથે અથડાઈને જોતજોતામાં ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ હતી.સ્થાનિકોની સમયસૂચકતા અને બચાવ કામગીરી કાર જેવી નીચે પટકાઈ, તેવો જ પ્રચંડ અવાજ આવતા આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હોવાથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઈજાગ્રસ્તો પરિવારના 5 સભ્યો (જેમાં મહિલાઓ અને બાળકો હોવાની પણ આશંકા છે).તમામ ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા છે. પોલીસને ઘટનાની જાણ થતા જ હાઈવે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.

નોંધનીય છે કે, છેલ્લા 25 દિવસમાં આ કોરિડોર પર અકસ્માતની આ ચોથી ઘટના બનવા પામી છે જે સુરક્ષા સામે સવાલો ઉભા કરી રહી છે.

Back to top button
error: Content is protected !!