HALOLPANCHMAHAL

હાલોલ બગીચા ખાતે કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જન કલ્યાણ શિબિર ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૬.૬.૨૦૨૬

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના “૧૨ વર્ષ – વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના પૂર્ણ થવાના અવસરે આજ રોજ હાલોલ નગરપાલિકા દ્વારા એક ભવ્ય ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. હાલોલના સાર્વજનિક બગીચા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રધાનમંત્રીના કાર્યકાળના સફળ ૧૨ વર્ષની સિદ્ધિઓને બિરદાવી હતી અને સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી સૌ લાભાર્થીઓને માહિતગાર કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન મંચ પર અનેક અગ્રણીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા,જેમાં હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ,કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ,હાલોલ મામલતદાર સંદીપ રૈયાની,નગરપાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ,હાલોલ શહેર બીજેપી પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત શિબિરમાં ઉપસ્થિત ભાજપાના અન્ય વરિષ્ઠ અગ્રણીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ પણ પ્રજાલક્ષી કાર્યો અને યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાને સરકારી યોજનાઓથી માહિતગાર કરી તેમને સીધો લાભ અપાવવાનો હતો. સમગ્ર કાર્યક્રમમાં હાલોલના નાગરિકો અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!