GODHARAPANCHMAHAL

ગોધરામાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ: ૧૧૧ યુનિટ રક્ત એકત્ર થયું

 

પંચમહાલ ગોધરા

 

નિલેશકુમાર દરજી શહેરા

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના ૧૨૫ મી જન્મજયંતી વર્ષ (સ્મૃતિ પખવાડિયું) નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા ગોધરા નગર દ્વારા એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રકલ્પ અંતર્ગત ગોધરા નગર યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ સોલંકી તથા તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવીને કુલ ૧૧૧ યુનિટ જેટલું રકતદાન કરાવવામાં આવ્યું હતું, જે દર્દીઓની સહાયતા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

 

આ રક્તદાન શિબિરના પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર, ગોધરા એ.પી.એમ.સી. ચેરમેન માલવદીપસિંહ રાઉલજી તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી કુલદીપસિંહ સોલંકી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગોધરા નગરપાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ, ગોધરા નગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નિર્મિતભાઈ દેસાઈ, મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ અને આદિત્યરાજસિંહ સિસોદિયાએ પણ હાજરી આપીને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

 

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પંચમહાલ જિલ્લા તથા ગોધરા નગર ભાજપના વિવિધ હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યુવા મોરચાની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.

Back to top button
error: Content is protected !!