GUJARATPANCHMAHALSHEHERA

Shehera : પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાન રથનું આગમન

09/10/2023

નિલેશ દરજી શહેરા

શહેરા

ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાન અંતર્ગત ઓબીસી સમાજને પોતાના હકોને લઈને જાગૃત કરવા માટે ઓબીસી જાગૃતિ રથ ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ફરી રહ્યો છે.પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આ રથ આવી પહોચ્યો હતો. ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાનના રાષ્ટ્રિય પ્રમુખ ધરમશીભાઈ થાપા અને અગ્રણી કે.બી બામનીયા હાજર રહ્યા હતા.

ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાન અંતર્ગતની કરવામા આવેલી માગણીઓ મુજબ બંધારણની આર્ટીકલ સોળ-ચાર મુજબ ઓબીસીને તમામ જગ્યાએ વસ્તી મુજબ નોકરીનો હિસ્સો મળવોજ જોઇએ,ખાનગી કંપનીઓમાં ઓબીસીને બાવન ટકા,નોકરીની મૌખિક ઇન્ટરવ્યૂ પ્રથામાં ખુલ્લેઆમ જાતિવાદ ચાલે છે અને એ જાતિવાદ અટકાવવા મૌખિક ઇન્ટરવ્યૂ પ્રથા સદંતર બંધ થવી જ જોઇએ. ખાનગી કોલેજોમાં અભ્યાસ માટે જે રીતે એસસી એસટીને ફી ભરવામાંથી માફી આપવામાં આવે છે મતલબ ફ્રી શીપ કાર્ડ આપવામાં આવે તેવીજ રીતે ઓબીસીને પણ ફી માફી માટે “ફ્રી શીપ કાર્ડ” આપવામાં આવે, મંડલ કમિશનની વસ્તી ગણતરી સહિત તમામ ભલામણો લાગુ કરવામાં આવે.વધુમા અગ્રણીઓ દ્વારા જણાવામા આવ્યુ હતુ કે.ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાન સંગઠનના નામે ઓબીસી સમાજના બુધ્ધિજીવીઓ એકઠા થયા અને નક્કી કર્યુ કે હવે કોઇપણ હિસાબે ઓબીસીનો હિસ્સો બચાવવો અને હડપ કરેલો નોકરીનો હિસ્સો ખાલી કરાવી ઓબીસીને અપાવવો. આ સંગઠન આખા ગુજરાતનાં ઓબીસીના યુવાઓને અને બુધ્ધિજીવીઓને જાગૃત કરી રહ્યું છે કે હવે કોઇ પણ ભોગે ઓબીસીના ભાગનો હિસ્સો ખાવા દેવામાં આવશે નહીં. અને જે નોકરીઓ ઓબીસીના નામની રિઝર્વ છે અને તે નોકરીઓ ઓબીસીનો યોગ્ય ઉમેદવાર નથી મળતો તેવા નાટકો કરી અન્ય સમાજ દ્રારા ભરી દેવામાં આવી છે. જ્યાં સુધી ઓબીસીને આર્ટીકલ સોળ-ચાર મુજબ તમામ નોકરીઓમાં બાવન ટકા હિસ્સો નહી મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને ધીમે ધીમે આખા ગુજરાતમાં ચાલુ કરવામાં આવશે તેમ જણાવામા આવ્યુ હતુ.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!