KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા જેતપુર ખાતે યુએસએ સ્થિત એક દાતા ના સહયોગથી સાડીઓ અને ચંપાલનું દાન કરાયું.

તારીખ ૨૯ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

યુએસએ સ્થિત એક દાતા ના સહયોગથી રાષ્ટ્રપતિ એવોર્ડી અને કેળવણીકાર રમેશ પટેલ દ્વારા છેલ્લા દસ વર્ષથી પ્રતિ વર્ષ દશ લાખ જેવું દાન મેળવી તેમાંથી આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સહાય શાળા ના બાળકોને સ્વેટર સહાય કોરોના કાળમાં જરૂરિયાતમંદ બાળકોને પરિવારને માટે અનાજની કીટ સામગ્રી, વિધવા સહાય અને કેટલીક સંસ્થાઓને આર્થિક સહાય પહોંચાડવાનું પ્રશંસનીય કાર્ય આપણા વિસ્તારમાં થઈ રહ્યું છે.આ કાર્યક્રમ યોજના દ્વારા આજે જેતપુર ખાતે ૨૦ જેટલા ગ્રામજનો ૫૦ વિધવા બહેનો અને શાળા પરિવાર સાથે એક કાર્યક્રમ યોજાઈ ગયો ગત વર્ષે આ શાળાના બાળકોને સ્વેટર વિતરણ અને ગામની વિધવા બહેનોને સહાય અપાય છે. આજે વિધવાઓને સાડી અને ચંપલનું દાન કાર્યક્રમના અધ્યક્ષ અતુલભાઈ પટેલ સરપંચ,તથા આચર્ય જગદીશભાઈ મકવાણા ના હસ્તે રમેશભાઈએ સાડીઓ અને પગરખાનું વિતરણ કરાવ્યું હતું.રમેશભાઈએ પોતાના વક્તવ્યમાં વિધવા બહેનોને પોતાનું જીવન કઈ રીતે જીવી લેવાય તે અંગેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું પરિવારો વ્યસનથી બરબાદ થઈ રહ્યા છે આપણા બાળકોનું ભવિષ્ય ઇચ્છતા હો તો વ્યસનો છોડો અને બાળકોને ઘરમાંથી સંસ્કારો આપો.બાળક અનુકરણ કરે છે ઘરમાં વ્યસન કરાય પછી બાળકો પણ એજ શીખશે તેવી સમજ આપી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય જગદીશભાઇ મકવાણા તથા મુકેશભાઈ પટેલ અને કિંજલબેન વરીઆએ સુંદર સહકાર પૂરો પાડ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!