HALOLPANCHMAHAL

હાલોલ નગર સહિત પંથકમા મહાશિવરાત્રી પર્વની ઉજવણી આનંદ ઉત્સાહના વાતવરણમાં કરાઇ, બમબમ ભોલેના નાદથી શિવ મંદિરો ગુંજી ઉઠ્યા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૬.૨.૨૦૨૫

હાલોલ નગર સહિત પંથકમાં દેવાધી દેવ મહાદેવ નો પાવન પર્વ એટલે મહા શિવરાત્રી પર્વની ઉજવણી ભક્તિસભર વાતાવરણ કરવામાં આવી હતી.આજે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.નગરના તમામ શિવ મંદિરો હર હર ભોલે બમ બમ ભોલે નાં નારાથી શિવાલયો ગૂંજી ઉઠ્યા હતા. ભોળાનાથ ને આજે ભક્તો એ પંચામૃત ગંગા જળ દૂધ શેરડીનો રસ સાથે કાળા તલ નો અભિષેક કરી ધતુરા ના ફૂલ અર્પણ કરી પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્ય બન્યા હતા.શિવરાત્રી એ શિવ ભક્તો માટે અનેરું મહત્વ તેમજ તેને રીઝવવાનો અનમોલ તહેવાર ગણાય છે. આજે મહા સુદ તેરસ બુધવારના રોજ મહા શિવરાત્રી પર્વને લઇને નગરની મધ્યમાં તળાવ કિનારા પર આવેલ અતિ પૌરાણિક શારનશ્વેર મહાદેવ મંદિર, કંજરી રોડ સ્થિત નીલકંઠ મહાદેવ તેમજ ગોધરા બાયપાસ રોડ પર આવેલ હરીહર મહાદેવ મંદિર, વડોદરા રોડ પર આવેલ ભીમનાથ મહાદેવ મંદિર, સ્માશન ગૃહ ખાતે આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર, બિલિયાપૂરા ખાતે આવેલ બાલાભોલા મહાદેવ મંદિર વાળીનાથ ખાતે આવેલ મહાદેવ મંદિર તેમજ પાવાગઢ ની તળેટી આવેલ ધાબા ડુંગરી ખાતે ૮૦ ફૂટ લાંબી ગેબી ગુફામાં બિરાજમાન કેદારનાથ મહાદેવ તેમજ હાલોલ તાલુકાના મદાર ગામે આવેલ ૧૧ મી સદીમાં સોલંકી યુગમાં સ્થાપિત થયેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર તેમજ ઘોંઘબા તાલુકાના રીછીયા ખાતે નાં શિવ મંદિરોમાં આજે વહેલી સવારે થી જ બપોરના બાર કલાક સુધી શિવજીને શિવ ભક્તો દ્વારા પંચામૃત અભિષેક કરી શિવજીને દૂધ,શીતલ જલ તેમજ કાળા તલ,બિલી પત્ર ફૂલ ધરાવી શિવજીને રીજવાવનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.તમામ મંદિરો ખાતે વેહલી સવારથી મોડી રાત્રી સુધી શિવ ભક્તો નો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો લોકો શિવજીના દર્શન કરી ધન્યતા પામ્યા હતાં.મહા શિવરાત્રી પર્વને લઇ પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શિવજીની શોભાયાત્રા નગરના બે અલગ અલગ વિસ્તારોમાં યોજવામાં આવી હતી તેમાં નગરના મધ્યમાં તળાવ કિનારા પર આવેલ શારણેશ્વર મહાદેવ ની શોભાયાત્રા બપોરના ચાર કલાકે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભૂદેવો તેઓના પરંપરા ગત મુજબ પિતંબર પહેરી શોભાયાત્રા માં જોડાયા હતા. શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી મંદિર ખાતે પરત ફરી હતી. જ્યારે કંજરી રોડ ખાતે આવેલ નીલકંઠ મહાદેવની પણ શોભાયાત્રા કંજરી રોડ ખાતે નીકળી હતી.જ્યારે ગોધરા બાયપાસ રોડ પર આવેલ હરીહર મહાદેવ મંદિર સહિત નગરના અન્ય મહાદેવ મંદિર ખાતે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમ મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા હતા.

Back to top button
error: Content is protected !!