HALOLPANCHMAHAL

હાલોલ – કંજરી ગામે આવેલ રામજી મંદિર ખાતે શિવશક્તિ રુદ્ર મહાયજ્ઞ શિવરાત્રીના પાવન પર્વે સંપન્ન કરાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૬.૨.૨૦૨૫

હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલા પ્રસિદ્ધ અને પૌરાણિક રામજીમંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ ને લઈ છેલ્લા ત્રણ દિવસ થી ચાલી રહેલા શિવશક્તિ રુદ્ર મહાયજ્ઞ રામજી મંદિરના મહંત શ્રી રામશરણદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતિમાં આજે શિવરાત્રીના પવન દિવસે સંપન્ન કરવામાં આવ્યો હતો.જેમાં ૨૫ દંપતીઓએ અગ્નિ કુંડ માં આહુતિ આપી હતી.હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલા રામજી માં મંદિર મહંતશ્રી રામશરણદાસજી ના માર્ગદર્શન હેઠળ છેલ્લા આઠ વર્ષ થી આવીરત શિવશક્તિ રુદ્ર મહાયજ્ઞ નું સુંદર આયોજન કરવામાં આવે છે.મહાશિવરાત્રી પર્વ ને લઈ સોમવાર ના દિવસ થી યજ્ઞ નો આરંભ કરવામાં આવ્યો હતો.શિવશક્તિ રુદ્ર મહાયજ્ઞ ની પૂજા સનાતન વૈદિક પરંપરા મુજબ ઉજ્જૈન ના ૧૭ વૈદિક બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી રુદ્ર મહાયજ્ઞ ની પૂજા માટે સ્ફટિકના શિવલિંગ સાથે રુદ્રપીઠ ઉપર દેવતાઓ નું સ્થાપન કરવામાં આવ્યું હતું. અને રુદ્રપીઠ ની સામે યજ્ઞ ના મુખ્ય કુંડ અને તેની આસ પાસ ચાર દિશાઓ અને ચાર ખૂણાઓ માં આઠ મળી નવ ગ્રહોના બનાવવમાં આવ્યા હતા જેમાં મધ્યમાં બનાવવમાં આવેલા મુખ્ય કુંડ એટલે કે પ્રધાનપીઠ અને તેની આસપાસ ના કુંડો માં પૂર્વ દિશામાં રુદ્રપીઠ તરફ કાર્યસિદ્ધિ કુંડ,પશ્ચિમ દિશામાં શાંતિપ્રાપ્તિ કુંડ,ઉત્તર દિશામાં વર્ષાકારક કુંડ, દક્ષિણ દિશામાં કલ્યાણકારી કુંડ, પૂર્વી ઉત્તર ના ઈશાન ખૂણા માં આરોગ્યપ્રાપ્તિ કુંડ,પૂર્વી દક્ષિણ ના અગ્નિ ખૂણા માં પુત્રપ્રાપ્તિ કુંડ,દક્ષિણી પશ્ચિમ ના નૈઋત્ય ખૂણા માં શત્રુનાશ કુંડ અને ઉત્તરી પશ્ચિમ ના વાયવ્ય ખૂણા માં મારણ/ઉછેદન કુંડ તેના અલગ અલગ અકારો મુજબ બનાવવમાં આવ્યા છે, આ કુંડો ને ચતુરસ્ત્ર કુંડ, વર્તુળકુંડ, પદ્મ કુંડ, અર્ધચંદ્ર કુંડ,યોની કુંડ, ત્રિકોણ કુંડ,અષ્ટાસ્ત્ર અને સડસ્ત્ર કુંડ બનાવવમાં આવેલ જેમા હોમાત્મક રુદ્ર પૂજા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!