ARAVALLIGUJARATMODASA

મેઘરજ ની અંતરિયાળ શાળા ઓમા માઁ અંબે ની રક્ષા પોટલી સ્વેટર ગ્લુકોઝ બિસ્કિટસ નું વિતરણ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ ની અંતરિયાળ શાળા ઓમા માઁ અંબે ની રક્ષા પોટલી સ્વેટર ગ્લુકોઝ બિસ્કિટસ નું વિતરણ

શ્રી એમ.એલ.ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી જિલ્લાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અરવલ્લી વિસ્તાર ના પ્રાથમિક વર્ગ શિક્ષિત નામી એવોર્ડી ગતિવિધિ કાર્યકર્તા ડૉ. મનોજભાઈ પી.ગોંગીવાલા એ અંતરિયાળ મેઘરજ ની વાંકાટીંબા ઊંચાપદર શાળાઓમા વાલી મિત્રો ની હાજરી મા પ્રેરક પ્રવચન બાદ જરૂરિયાત વાળા બાળકો ને સ્વદેશી સ્વેટર ઓરીજીનલ ગ્લુકોઝ બિસ્કિટસ આપ્યા. બાળકો માટે માઁ અંબે ની રક્ષા પોટલી આપવામાં આવી. એમની સાથે અહિંસા ડે ન્યૂઝ પેપર ના તંત્રી અરવિંદભાઈ પ્રણામી ઉપસ્થિત રહ્યાં હતાં. શણગાલ શાળાના આચાર્યશ્રી રણજીતસિંહ પરમાર દ્વારા વિતરણ નું સુચારુ આયોજન કરાયું હતું.ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપકે અડધો કરોડ થી વધુ સ્વદેશી ગ્લુકોઝ બિસ્કિટસ જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ જેકેટ્સ વસ્ત્ર સ્વેટર તેમજ શાળા પરિસર માટે વૃક્ષોની સેવા રાજ્ય અને રાજ્ય બહાર અઢી હજાર જેટલા કાર્યક્રમો યોજી અવિરત સેવારત છે.

Back to top button
error: Content is protected !!