KALOL(Panchamahal)PANCHMAHAL

SOG પોલીસે વેજલપુર ગામે ગેરકાયદેસર LPG ગેસના 12 બોટલો સાથે ₹.32 હજાર ઉપરાંત નો મુદ્દામાલ ઝડપી પાડ્યો.

 

તારીખ ૦૩/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગોધરા એસ.ઓ.જી. પોલીસે કાલોલ તાલુકાના વેજલપુર ખાતેથી ગેરકાયદેસર LPG ગેસના બોટલોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ 12 ગેસના બોટલો સહિત ₹32,540 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર રીતે LPG ગેસના બોટલોનો સંગ્રહ કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે એસ.ઓ.જી. પી.આઈ.એમ.એ. વાઘેલાએ પી.એસ.આઈ.ડી.જી. વહોનીયા તથા પી.એસ.આઈ. બી.કે.ગોહિલ સહિતના સ્ટાફને કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું જે અન્વયે પી.એસ.આઈ. બી.કે.ગોહિલને મળેલી બાતમીના આધારે એસ.ઓ.જી.સ્ટાફે મામલતદાર પુરવઠા શાખા કાલોલની ટીમને સાથે રાખી વેજલપુર પીપળી ફળીયામાં રહેતા ખૈરૂનીશા ઈસહાક ટપના ઘરે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી જુદી જુદી કંપનીના LPG ગેસના બોટલો નંગ-12, LPG હોસ પાઈપ નંગ-07, લાઈટર નંગ-07 અને બર્નર નંગ-12 મળી આવ્યા હતા.ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા તમામ ગેસના બોટલો તથા અન્ય સાધનો મામલતદાર કાલોલ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!